Tuesday, September 24, 2024

રોગચાળો અટકાવવા મોરબી નગરપાલિકા દ્વારા દવા છંટકાવ તેમજ ફોગિંગની કામગીરી હાથ ધરાઇ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વરસાદ બાદ પાણીજન્ય કે માખી- મચ્છર દ્વારા ફેલાતી બીમારીઓ વધુ વકરવાની સંભાવનાઓ રહે છે. આ સંજોગોમાં આ પ્રકારના રોગચાળાને ફેલાતો અટકાવવા મોરબી જિલ્લા વહિવટીતંત્ર અને નગરપાલિકા દ્વારા વિવિધ રોગ નિયંત્રણલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે.

જે અન્વયે મોરબી નગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ફોગિંગ તેમજ દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે. વહિવટી તંત્રના કર્મયોગીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ગલીએ-ગલીએ જઈને રોગચાળાને નાથવા તેમજ માખી-મચ્છરના ઉપદ્રવને અટકાવવા માટે દવા છંટકાવની કામગીરી તથા ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર