Tuesday, September 24, 2024

દેશમાં આજદિન સુધી કોરોના વેક્સિનના ૨૦૦ કરોડથી વધુ ડોઝ અપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માર્ચ ૨૦૨૦ થી કોરોના મહામારીએ દુનિયાને ભરડામાં લીધી હતી. ત્યારે તમામ દેશ કોરોના સામે લડવા માટે પ્રયત્નો કરી રહ્યા હતા. પરંતુ મહામારીના યુધ્ધમાં અમેરિકા જેવી મહાસત્તાઓ પણ મહામારીને રોકવા માટે અસક્ષમ રહી હતી. ત્યારે ભારત દેશ એ પોતાના નાગરિકો સહિત અન્ય દેશોની મદદ કરીને પણ ૨૦૦ કરોડ થી વધુ ડોઝ વેક્સીનેસન કર્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશનું વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર ખડેપગે રહીને દેશના તમામ નાગરિકોને જલ્દી થી જલ્દી કોરોના વેક્સિન મળે તેવી રીતે વેક્સીનેસન ડ્રાઇવ ગોઠવી આજદિન સુધીમાં ૨૦૦ કરોડ અને ૬૬ લાખ જેટલા વેક્સિન ના ડોઝ નાગરિકોને આપવામાં આવ્યા છે. ત્યારે દેશ અને દુનિયા વચ્ચે ભારત માટે એક ગર્વની વાત ગણી સકાય.

હજુ પણ નાગરિકોને વેક્સિન ના બૂસ્ટર ડોઝ મળે તેવી વ્યવસ્થા સરકાર અને વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. હાલ ૧૮ વર્ષ થી ઉપરના નાગરિકોને મફત બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર