Tuesday, September 24, 2024

Tech Update :- વોટ્સએપ દ્વારા હવે 2 GB સુધીની ફાઈલ થશે શેર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મેટા દ્વારા વોટ્સએપમાં નવા નવા ફિચર્સ આપવામાં આવી રહ્યા છે. ત્યારે વોટ્સએપમાં વધુ એક આકર્ષક અને ઉપયોગી ફીચર એડ થતું છે. હવે વપરાશકર્તા વોટ્સએપ દ્વારા 2 GB સુધીની ફાઈલ એક બીજાને મોકલી સક્સે અને મેળવી સક્સે.

વોટ્સએપ માં જ્યારે મોટી ફાઈલ ટ્રાન્સફર કરવાની વાત આવે ત્યારે આપડે એ ફાઇલને ડોક્યુમેન્ટ સ્વરૂપમાં ટ્રાન્સફર કરતા હોઈએ પરંતુ એ ફાઇલની લિમિટ પણ 100 MB સુધીની હતી. ત્યારે મોટી ફાઈલો ને ટ્રાન્સફર કરવા માટે બીજા માધ્યમોનો ઉપયોગ કરવો પડતો હતો ત્યારે વોટ્સએપ દ્વારા ડોક્યુમેન્ટ ફાઈલની સાઈઝ વધારીને 2 GB કરવામાં આવી છે. ત્યારે વ્યવસાય કર્તાઓ અને વિધાર્થીઓ ઉપરાંત અન્ય વપરાકર્તાઓ ને ફાઈલ કે વિડિયો મોકલવામાં ખૂબ સરળતા રહેશે.

2 GB સુધીની ફાઈલ મોકલવા શું કરવું પડશે ?

સૌ પ્રથમ જે વ્યક્તિને ફાઈલ મોકલવી છે તેની વોટ્સએપ ચેટ ખોલો.

સેન્ડ બટનની બાજુમાં આવેલ મીડિયા બટન પર ક્લિક કરો.

તેમાં પ્રથમ વિકલ ડોક્યુમેન્ટ પર ક્લિક કરો. અને 2 GB સુધીની ફાઈલ પસંદ કરી સેન્ડ કરો.

ત્યારે વોટ્સએપ દ્વારા આગામી સમયમાં હજુ પણ અવનવા અપડેટ આવવાની સંભાવના છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર