Tuesday, November 12, 2024

પીવીસી રેજીન મંગાવવા મામલે ટંકારાના ઉદ્યોગપતિ સાથે ૧૭ લાખની છેતરપિંડી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા ના ઉદ્યોગપતિ દ્વારા રેજીન ના કારોબારીઓ પાસેથી પીવીસી રેજીનનો ઓર્ડર આપી દિધો હોઈ અને એડવાન્સ પેમેન્ટ પણ કરી દીધું હોઈ છતાં પણ માલ ના મોકલતા છેતરપિંડી થઈ હતી ત્યારે ટંકારા ના ઉદ્યોગપતિ દ્વારા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગે જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના ઉદ્યોગપતિ ધર્મેશભાઈ કુવરજીભાઈ સીરજાએ પીવીસી રેજીન નો જથ્થો બિશનકુમાર ભોલુભાઈ ચંદેર અને તેની કંપનીના સેલ્સ એક્ઝીક્યુટીવ રાકેશકુમાર સાથે પીવીસી રેજીન મટીરીયલ્સ બાબતે પુછપરછ કરતા તેઓ ફરિયાદી ને  પીવીસી રેજીન મટીરીયલ્સ મોકલવાનો વિશ્વાસ આપતા હોય અને ફરિયાદી દ્વારા તેનું ૧૭ લાખ જેટલું પેમેન્ટ ઓનલાઇન કરી આપ્યું હોઈ પરંતુ આજ સુધી તેઓએ માલ મોકલેલ ના હોઈ અને છેતરપિંડી આચરી હોઈ ત્યારે ટંકારાના ઉદ્યોગપતિ ધર્મેશભાઈ કુવરજીભાઈ સીરજાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે અનુસંધાને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર