Tuesday, September 24, 2024

બાસ્કેટ બોલ એકેડમી અને ડી.એલ.એસ.એસમાં પ્રવેશ માટે ૨૨મી જુલાઇએ હાઈટ-હન્ટનું આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વય અને ઊંચાઇની મર્યાદામાં રસ ધરાવનાર ભાઇઓ-બહેનોએ નવજીવન વિદ્યાલય ખાતે ઉપસ્થિત રહેવું

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલીત વોલીબોલ એકેડમી અને ડી.એલ.એસ.એસ (ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સ્કુલ) માટે વર્ષ ૨૦૨૨-૨૩ માં ૧૦ થી ૧૯ વર્ષના ભાઈઓ-બહેનોના પ્રવેશ માટે હાઈટ-હન્ટનું આયોજન કરેલ છે. જેમાં ૧૦ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૪૮+cm, અને બહેનોની ઊંચાઇ ૧૪૬+cm, ૧૧ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૫૪+cm, અને બહેનોની ઊંચાઇ ૧૫૦+cm, ૧૨ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૬૦+cm, અને બહેનોની ઊંચાઇ ૧૫૪+cm, ૧૩ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૬૫+cm, અને બહેનોની ઊંચાઇ ૧૬૦+cm, ૧૪ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૭૩+cm, અને બહેનોની ઊંચાઇ ૧૭૦+cm, ૧૫ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૮૦+cm, અને બહેનોની ઊંચાઇ ૧૬૮+cm, ૧૬ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૮૬+cm, અને બહેનોની ઊંચાઇ ૧૭૦+cm, ૧૭ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૮૮+cm, અને બહેનોની ઊંચાઇ ૧૭૪+cm, ૧૮ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૯૦+cm, અને બહેનોની ઊંચાઇ ૧૭૫+cm, ૧૯ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૯૦+cm, અને બહેનોની ઊંચાઇ ૧૭૫+cm, મુજબ વય અને ઊંચાઇની મર્યાદામાં રસ ધરાવનાર ભાઇઓ-બહેનોએ તા. ૨૨-૦૭-૨૦૨૨ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે નવજીવન વિદ્યાલય – ન્યુ એરા પબ્લિક સ્કૂલ, રવાપર-ઘુનડા રોડ ખાતે હાજર રહેવું.

હાઈટ-હન્ટમાં ભાગ લેવા ઇચ્છતા ભાઈઓ – બહેનોએ ઓરીજનલ આધારકાર્ડ અને જન્મ તારીખનો દાખલો સાથે રાખવાનો રહેશે. વધુ વિગતો માટે મો. ૮૦૦૦૪૦૨૫૯૬ તેમજ ૭૩૫૯૦૪૦૭૦૭ પર સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર