Wednesday, September 25, 2024

જાણીતા પત્રકાર અને રાષ્ટ્રવાદી વિચારધારાના વાહક જિગ્નેશ કાલાવડીયા પોતાના 500 થી વધુ એક્ટિવિષ્ટ સાથીઓ સાથે રાજપા માં જોડાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

બદલાશે રાજનીતિ,બદલાશે ગુજરાત નાં નારા સાથે આઠ વર્ષનાં વિરામ બાદ જિજ્ઞેશ કાલાવડિયા પોતાની રાજકીય સફર આગળ વધારશે : આમ આદમી પાર્ટી નાં એક સમયના ફાઉન્ડર મેમ્બર રહી ચૂકેલા જિજ્ઞેશ કાલાવડિયા ઇલેક્શન સ્ટ્રેટેજી નાં નિષ્ણાત ગણાય છે.

રાજકોટ : સૌરાષ્ટ્ર અને ગુજરાત નાં પત્રકાર જગતમાં રાજકીય બાબતો નાં નિષ્ણાત તરીકે જાણીતા એવા વિખ્યાત પત્રકાર- તંત્રી જિજ્ઞેશ કાલાવડિયા પોતાના 500 થી વધુ વિવિધ ક્ષેત્રનાં આગેવાન , એક્ટીવિષ્ટ સાથીઓ સાથે રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટી (રાજપા) માં રવિવારે યોજાનારા એક રાજકીય સમારોહમાં સામેલ થવા જઈ રહ્યા છે.
છેલ્લા બે દાયકાથી સૌરાષ્ટ્રમાં પત્રકારત્વ ની સાથે સાથે તેમણે અનેક સેવાકીય અને સામાજિક ક્ષેત્રોમાં ખેડાણ કરેલું છે. તેઓએ વિવિધ સેવાકીય પ્રકલ્પો નાં માધ્યમથી લાખો યુવાનોનાં પથ દર્શક બની અને અઢારેય વરણ માં એક લોક ઉપયોગી વ્યકિત તરીકે નામના મેળવેલ છે. ગુજરાત યુવા પરિષદ, વિવેકાનંદ કેરિયર એકેડમી સહિત નાં સોપાનો દ્વારા તેઓએ અનેક યુવાનો ને પોલીસ તંત્ર સહીત સરકારી નોકરીઓ અને વિવિધ ક્ષેત્રોમાં કાર્યાન્વિત કર્યાં છે. અખબારી કારકિર્દીમાં તેમનાં વડપણ હેઠળ તૈયાર થયેલા અનેક યુવાનો – યુવતીઓ આજે ગુજરાત સહિત દેશભરના મિડિયા હાઉસમાં ઉચ્ચ પદો પર કાર્યરત છે. ખેડૂતો- વંચિતો અને શોષિતો નો અડિખમ અવાજ બનનાર જિજ્ઞેશ કાલાવડિયા એ શહિદ ભગતસિંહ ની માનવીય વિચારધારા ને જીવનમાં અપનાવી માનવતા ને જ ધર્મ માનીને પોતાનું જીવન રાષ્ટ્ર સેવા અર્થે સમર્પિત કરેલ છે. વિદ્યાર્થી કાળ થી નેશન ફર્સ્ટ ની થીયરી ને જીવનમાં ઉતારી હમેશા લોકોમાં શ્રેષ્ઠ નાગરીક ભાવના ઉજાગર થાય તે માટે તેઓ કટિબદ્ધ બની કામ કરી રહ્યા છે. 2010 માં જયારે અન્ના હજારે એ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન શરૂ કર્યું ત્યારે સૌરાષ્ટ્રમાં એ જન લોકપાલ આંદોલન નું નેતૃત્ત્વ કરી તેઓએ અનેક આંદોલનત્મક કામગીરી ને અંજામ આપ્યો હતો. ત્યારબાદ આમ આદમી પાર્ટી નાં સર્જન વખતે તેઓની રાષ્ટ્રીય સ્તરે ભૂમિકા રહી હતી. તેઓ દ્વારા જ ગુજરાત માંથી આમ આદમી પાર્ટી નાં તમામ સંસ્થાપક સદસ્યો નકકી કરાયા હતા જેમાંથી મોટાભાગના આજે પણ જિજ્ઞેશ કાલાવડિયા સાથે જોડાયેલા છે. આપ તેની મૂળભૂત સ્વરાજની વિચારધારા માંથી ભટકી જતા તેઓએ 2014 માં આપ છોડી રાજકીય ક્ષેત્રમાં ટૂંકા ખેડાણ બાદ રાજનીતિ ને ગુડ બાય કહી દીધું હતું. આજે આઠ વર્ષનાં વિરામ બાદ તેઓ ફરી રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટી નાં માધ્યમથી સક્રિય રાજનીતિ શરૂ કરી રહયા છે ત્યારે તેઓએ જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિ માં ગુજરાત ની સાડા છ કરોડ જનતા ત્રણ રાષ્ટ્રીય પાર્ટીઓ વચ્ચે પીસાય રહી છે ત્યારે ગુજરાત ની જનતા વચ્ચે રાજનીતિ નું અસલી સ્વરૂપ છતું કરવા અને ગુજરાતમા સ્થાનિક રાજનીતિ સ્થાપિત કરવા માટે તેઓ રાજનીતિમાં જોડાય રહયા છે. પાટિદાર આંદોલન બાદ બદલાયેલી પરિસ્થિતિમાં ગુજરાતમા રાજનીતિ નાં નામ પર દરેક પક્ષો માત્ર જાતિવાદ અને કોમવાદ આધારીત રાજનીતિ નાં ચોગઠાં ગોઠવી રહયા છે ત્યારે ગુજરાત નાં લોકોને બદલાવ નો વિશ્વાસ અપાવવા તેઓ રાજનીતિમાં ફરી સક્રિય થઈ રહયા છે. રવિવારે રાજકોટ ખાતે એક સાદા રાજકીય સમારોહમાં રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટી નાં અઘ્યક્ષ દિવ્યેશભાઈ ચાવડા નાં હસ્તે ખેસ પહેરી તેઓ તેમના ભગતસિંહ ક્રાંતિ દળ, અખિલ ભારતીય કિસાન સેના, ગુજરાત યુવા પરિષદ નાં લડાયક સાથીઓ અને એક્ટીવિષ્ટો, સામાજિક આગેવાનો સાથે રાજપા માં સામેલ થશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર