કોરોનાએ ફરી પાછી ચીનમાં દસ્તક દીધી કોરાનાની વાપસીને લીધે ચીનમાં દહેશક ફેલાઈ છે ફરી પાછો કોરોનાનો પગપેસારો થતાં ચીનના વાસીઓની ચિંતા વધી. બીજુ બાજુ બ્રિટનથી આવેલ કોરનાનું નવું રૂપ પણ ચીનમાં પહોંચ્યું છે. આવી સ્થિતિમાં ચીન તેને અટકાવવા ખૂબ જ કડક પગલા લઈ રહ્યું છે. ચીનમાં બે શહેરો સંપૂર્ણપણે સીલ કરી દેવાયા છે. શહેરમાંથી આવવા જવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
ચીને બેઇજિંગની દક્ષિણમાં બે શહેરો બંધ કરી દીધા છે, ટ્રાન્સપોર્ટની સુવિધા બંધ કરાતા લાખો નિવાસીઓને ત્યાંથી નીકળવાની મનાઈ ફરમાવવામાં આવી છે. 2019 ના અંતમાં વુહાનમાં કોરોના એ દહેશત ફેલાવી ત્યારથી અત્યાર સુધીમાં રોગચાળો વ્યાપકપણે ફેલાઈ રહ્યો છે. આ સાથે જ હવે ચીને સંક્રમણને રોકવા બેઇજિંગની દક્ષિણમાં બે શહેરો પર પ્રતિબંધ લગાડ્યો છે.