Friday, November 15, 2024

કલેકટર જે.બી.પટેલના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ વિસ્તારમાં બાકી ખેતીવાડી વીજ કનેક્શન અંગે જરૂરી કાર્યવાહી કરવા સુચના અપાઈ

જિલ્લા કલેકટર જે.બી.પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં કલેકટરે જિલ્લાના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરી સંલગ્ન વિભાગોને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

આ તકે સુંદરગઢ, માયાપુર, સૂર્યપરના સનદના પ્રશ્નોનું નિરાકરણ કરવા તાકીદ કરી હતી. તેમજ હળવદ વિસ્તારમાં બાકી ખેતીવાડી વીજ કનેક્શન અંગે પણ જરૂરી કાર્યવાહી કરવા પીજીવીસીએલ વિભાગને સુચના આપી હતી.

આ ઉપરાંત સી.એમ. ડેસ્ક બોર્ડ પર મુકાયેલા પ્રશ્નો જેવા કે, માળિયા-હરીપર રોડ પરના બેઠા પુલના રીપેરીંગની કામગીરી, ટંકારામાં ઓવર બ્રીજની અધુરી કામગીરી, નટરાજ ફાટક પાસેના ખાડા અને હોર્ડિંગ હટાવવા વગેરે પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવા સૂચના આપી હતી. વધુમાં રાણેકપર એપ્રોચ રોડ, મયુરનગર-રાયસંગપર પુલ, દિઘડિયા-સરા રોડ પુલ તેમજ કુડા-ટીકર રોડ પરના પૂલ સંબંધિત સમસ્યાઓ ઝડપી નિવારવા પણ સૂચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ, નિવાસી અધિક કલેક્ટર એમ.કે.મુછાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ, જિલ્લા શિક્ષણ અધિકારી એન.વી.રાલિયા, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના કાર્યપાલક ઈજનેર એ.એન.ચૌધરી, મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા તેમજ પીજીવીસીએલ, માર્ગ અને મકાન વિભાગ વગેરે સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર