મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પતિ કઈ કામધંધો ન કરતો હોય પત્નીએ કામધંધો કરવાનું કહેતા તેમજ સાસરિયાની ચડામણીથી ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીબી નાખી હોવાનો બનાવ સામે આવતા આ બનાવ અંગે પોલીસે હાલ પતિ અને સાસરિયા સામે શારીરિક માનસિક ત્રાસનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડના એમ-૯૫૫ એ.કે. સહયોગ હોલની સામે સાસરિયું ધરાવતી અને હાલ વીલામંજુલા લખધીરવાસ આર્યસમાજના મંદિરપાસે મોરબી માવતરના ધરે રહેતી ભાવીનીબેન વિશાલભાઈ ચૌહાણ (ઉ.વ.-૩૮) નામની પરિણીતાએ આરોપીઓ વિશાલભાઈ નરેન્દ્રભાઈ ચૌહાણ(પતિ), નરેન્દ્રભાઇ લખધીરભાઇ ચૌહાણ (સસરા), ઈલાબેન નરેન્દ્રભાઇ ચૌહાણ (સાસુ, રહે.-બધા ગુજરાત હાઉસીંગ બોર્ડ શનાળા રોડ એમ-૯૫૫ એ.કે. સહયોગ હોલની સામે મોરબી) સામે મોરબીના મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.