વરસાદ બાદ સામાન્ય પ્રજાને હાડમારી ન ભોગવવી પડે તે માટે વહિવટી તંત્ર દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. વરસાદના કારણે જયાં જયાં રોડ રસ્તાનું ધોવાણ થયું છે, ત્યાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ધોવાણ બાદ તાત્કાલિક એ રસ્તાઓને વાહન વ્યવહાર લાયક બાનવવા કવાયત હાથ ધરવામાં આવી છે.
જે હેઠળ ખરાબ થયેલા માર્ગોને રિપેર કરવામાં આવી રહ્યા છે. હાલ માર્ગ અને મકાન વિભાગ દ્વારા મોરબી-પીપળી-બેલા-જેતપર-અણીયારી રોડ પર વરસાદના કારણે થયેલા ખાડા પુરીને આ રસ્તાને વાહન વ્યવહાર લાયક બનાવવા પ્રયાસ કરાઈ રહ્યા છે. આ માર્ગ પર રી-સર્ફેસીંગની કામગીરી થવાથી વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓનું પણ સમાધાન થશે અને વાહન વ્યવહાર વધું સુગમ બનશે.