રઘુવંશી મહાસંમેલન તથા મહાપ્રસાદ ની તારીખ નિશ્ચિત, સ્થળ મા ફેરફાર.
રઘુવંશી સમાજ દ્વારા યોજાનાર મહાસંમેલન આવતી ૧૭-૭ ના રોજ યોજાશે ત્યારે જીતુ સોમાણી દ્વારા જનતા માટે નીચે મુજબનો સંદેશો જાહેર કરવામાં આવ્યો છે.
રઘુવંશી સમાજ નુ નાત જમણ રદ કરાવવા ના નીચ ચેષ્ઠા ધરાવતા લોકો ને સમસ્ત ગુજરાત નો રઘુવંશી સમાજ તા.૧૭-૭ ના રોજ જવાબ આપશે.
મોરબી કેશવ પાર્ટી પ્લોટ ખાતે આગામી તા.૧૭-૭ ના રોજ રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા યોજાનાર રઘુવંશી સંમેલન ન યોજાય તે માટે રઘુવંશી સમાજ ના વિરોધીઓ ના કાવાદાવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે કેશવ પાર્ટી પ્લોટ ના સંચાલકો પર રાજકીય દબાણ લાવી પાર્ટી પ્લોટ રદ કરાવાતા સંમેલન પટેલ સમાજ વાડી રાજપર ખાતે યોજાશે.
સમગ્ર ગુજરાત ના રઘુવંશીઓનુ સંમેલન મોરબી મુકામે તા.૧૭-૭ રવિવાર ના રોજ જ યોજાશે.રઘુવંશી સમાજ ને પાડી દેવાની ચેષ્ઠા ધરાવતા લોકો ને જળબાતોડ જવાબ આપવા તા.૧૭-૭ ના રોજ ગામેગામ થી રઘુવંશી અગ્રણીઓને મોરબી ખાતે ઉમટી આહવાન કર્યું છે.
રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા સમગ્ર ગુજરાત ના રઘુવંશી સમાજ માટે આગામી તા.૧૭-૭-૨૦૨૨ રવિવાર ના રોજ મોરબી મુકામે રઘુવંશી મહાસંમેલન તથા મહાપ્રસાદ નુ આયોજન લીલાપર કેનાલ રોડ સ્થિત કેશવ પાર્ટી પ્લોટ ખાતે કરવા મા આવ્યુ હતુ. પરંતુ રાજકીય નીચતા ધરાવતા લોકો દ્વારા કેશવ પાર્ટી પ્લોટ ના સંચાલકો પર દબાણ લાવી સંમેલન રદ કરવવાનુ હીન કૃત્ય કરવા મા આવ્યુ છે ત્યારે સમસ્ત રઘુવંશી સમાજ ના આગેવાનો લાલઘુમ થયા છે.સંમેલન તા.૧૭-૭-૨૦૨૨ રવીવાર ના રોજ મોરબી ખાતે જ યોજાશે. સંમેલન તથા મહાપ્રસાદ નુ સ્થળ પટેલ સમાજ વાડી, રાજપર ગામ ખાતે યોજવાનુ નિર્ધારીત કરવા મા આવ્યુ છે.
સંમેલન કોઈ એક વ્યક્તિ વિશેષ નથી યોજાવાનુ, સમસ્ત રઘુવંશી સમાજ ના નાતજમણ નુ આયોજન છે. પરંતુ રઘુવંશી સમાજ નુ પતન ઈચ્છતા લોકો દ્વારા કરવા મા આવેલ હીન કૃત્ય રઘુવંશી સમાજ ક્યારેય સાંખી નહીં લે. સંમેલન યોજાઈ ને જ રહેશે રઘુવંશી સમાજ નુ પતન ઈચ્છતા લોકો ને જળબાતોડ જવાબ આપવા ગામેગામ થી રઘુવંશી સમાજ ના આગેવાનો ને ઉમટી પડવા રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા આહવાન કરવા મા આવેલ છે.