તા. ૧૭-૭-૨૦૨૨ રવિવાર ના રોજ મોરબી મુકામે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા યોજાનાર રઘુવંશી મહાસંમેલન તથા મહાપ્રસાદ ના આયોજન અંગે ની બેઠક મા રાજકોટ, મોરબી, વાંકાનેર, ટંકારા, હળવદ ઉપરાંત રઘુવંશી ક્રાંતિ મંચ ના હોદેદારો સહીત ના ગામેગામ થી રઘુવંશી અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
જય જલારામ સાથ જણાવવા નુ કે આગામી તા.૧૭-૭-૨૦૨૨ રવિવાર ના રોજ મોરબી કેશવ પાર્ટી પ્લોટ-લીલાપર કેનાલ રોડ ખાતે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા સમસ્ત રઘુવંશી સમાજ ના મહાસંમેલન તથા મહાપ્રસાદ નુ અભુતપૂર્વ આયોજન કરવા મા આવેલ છે. તેના અનુસંધાન મા આગામી મંગળવાર તા.૧૨-૭-૨૦૨૨ ના રોજ સાંજે ૭ કલાકે મોરબી લોહાણા વિદ્યાર્થી ભવન-વસંત પ્લોટ ખાતે અગત્ય ની મીટીંગ તેમજ ભોજન પ્રસાદ નુ આયોજન કરવા મા આવેલ છે. આ મીટીંગ મા મોરબી લોહાણા મહાજન તથા મોરબી લોહાણા સમાજ ના અગ્રણીઓ, રઘુવંશી ક્રાંતિ મંચ ના કેન્દ્રીય અધ્યક્ષ ડો.ધર્મેશભાઈ ઠક્કર તથા સૌરાષ્ટ્ર ઝોન અધ્યક્ષ સોનલ બેન વસાણી, વાંકાનેર લોહાણા સમાજ અગ્રણી પવિત્ર શ્રી રામધામ ના પ્રણેતા શ્રી જીતુભાઈ સોમાણી તથા વાંકાનેર લોહાણા મહાજન ના અગ્રણીઓ, ટંકારા લોહાણા મહાજન તથા યુવક મંડળ ના અગ્રણીઓ, રાજકોટ લોહાણા સમાજ અગ્રણી શ્રી હસુભાઈ ભગદે તથા રાજકોટ રઘુવંશી પરિવાર ના અગ્રણીઓ, હળવદ લોહાણા સમાજ અગ્રણી શ્રી બકાભાઈ ઠક્કર તથા હળવદ લોહાણા મહાજન ના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
સમસ્ત રઘુવંશી સમાજ ની એકતા તથા રાજકીય-સામાજીક ઉત્કર્ષ માટે હરહંમેશ કટીબધ્ધ રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા મોરબી મુકામે યોજાનાર રઘુવંશી મહાસંમેલન ના આયોજન ના ભાગરૂપે યોજાનાર મીટીંગ મા સમસ્ત રઘુવંશી સમાજ ના અગ્રણીઓને ઉપસ્થિત રહેવા અનુરોધ છે.
વિનંતીઃ મીટીંગ તેમજ ભોજન પ્રસાદ નુ આયોજન હોય, દરેક મહાનુભવો એ તા.૧૨-૭-૨૦૨૨ મંગળવારે સાંજે ૭ કલાકે શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન-મોરબી ખાતે સમયસર ઉપસ્થિત રહેવુ.
મોરબી સિંધી સમાજ દ્વારા આજે શ્રી ગુરુ નાનક જયંતી નિમિતે સિંધુ ભવન ખાતે ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે શહેરના મુખ્યમાર્ગો પર ફરી હતી.
સર્વે સિંધી સમાજ મોરબી દ્વારા આજે શ્રી ગુરુ નાનક જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં સ્ટેશન...
ટંકારા તાલુકામાં કોઈ કારણોસર સોમવારથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઇ શકી ન હતી. જેથી આજે સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા ટંકારામાં ટેકાના ભાવે મગફળીની ખરીદ કેન્દ્ર નક્કી કરી મગફળીની ખરીદી શરૂ કરી હતી.
સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા સોમવારથી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે કોઈ કારણસર...
ટંકારા નગરપાલિકા જાહેર થયા બાદ હવે ટુંક સમયમાં તેની ચુંટણી પણ આવવાની હોવાથી તંત્ર દ્વારા વોર્ડ રચના અને સિમાંકન બેઠકોની ફાળવણીનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ટંકારા નગરપાલિકામાથી કલ્યાણપર ગામને બાકાત કરવાનો તંત્ર દ્વારા ઓડર કરવામાં આવ્યો છે અને ટંકારા નગરપાલિકામાં ૬ વોર્ડ અને ૨૪ બેઠકો રચવામાં આવી...