Sunday, November 17, 2024

વંદે ગુજરાત પ્રદર્શન અંતર્ગત મોરબીમાં યોજાયેલ સખી મેળો સખી મંડળોની બહેનો માટે આશીર્વાદરૂપ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વંદે ગુજરાત પ્રદર્શન સાથે મોરબી ખાતે સાત દિવસીય સખી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક સખી મંડળની મહિલાઓએ નિ:શુલ્ક સ્ટોલ મેળવી સારી એવી કમાણી કરી છે.

આ સખી મેળામાં ટંકારાના શક્તિ સખી મંડળના સોનલબેન સગરનો પણ સ્ટોલ હતો. જ્યાં તેમણે સાડી, મહિલાના પગરખા, અન્ય શૃંગાર તેમજ પરિધાન સામગ્રીનું સાત દિવસ દરમિયાન વેચાણ કરી સ્વરોજગારી મેળવી છે.

સખી મેળા વિશે વાત કરતા તેઓ જણાવે છે કે, અમારા શક્તિ સખી મંડળમાં ૧૦૦ જેટલી બહેનો જોડાયેલી છે. સખી મંડળમાં જોડાવાથી અમને ઘણો ફાયદો થયો છે. અમારા મંડળને ૫ લાખની વગર વ્યાજની લોન પણ મળી છે. ઉપરાંત આવા નિ:શુલ્ક સ્ટોલ આટલી સારી વ્યવસ્થા સાથે મળી રહે છે. સાથે સાથે લોકોની સારી એવી ભીડ મળવાથી અમારું વેચાણ પણ ખૂબ સારું થયું છે. એક રીતે કહું તો આ સખી મેળો અમારા જેવી મહિલાઓ અને સખી મંડળો માટે આશીર્વાદરૂપ છે તેવું તેવો ગર્વથી જણાવે છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર