Monday, November 18, 2024

વાંકાનેર શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષનું સ્તુત્ય પગલું નોકરીના ત્રીસ વર્ષ પૂર્ણ થતાં ત્રીસ વૃક્ષો વાવી કરી ઉજવણી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેરના પૂર્વ બી.આર.સી. અશોકભાઈ સતાસીયાએ શિક્ષક તરીકેની નોકરીના ત્રીસ વર્ષ પૂર્ણ થતાં પીંજરા સાથે મોટા મોટા ત્રીસ વૃક્ષો વાવી અનોખી ઉજવણી કરી.

“દેશ હમેં દેતા હૈ સબકુછ હમેં ભી દેના ચાહીએ કુછ ન કુછ” જે ભૂમિમાં જન્મ લઈને મનુષ્ય મોટો થાય છે,સૃષ્ટિની સંપત્તિનો ઉપયોગ કરે છે ત્યારે લોકોએ સૃષ્ટિ માટે કંઈકને કંઈક કરવું જોઈએ અત્યારે લોકો જન્મદિવસ ઉજવણી,લગ્નતિથીની ઉજવણી જેવી ઉજવણી વિશિષ્ટ રીતે કરતા હોય છે એમાં કંઈક ને કંઈક સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે. ત્યારે મોરબીના વાંકાનેર તાલુકાના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ અશોકભાઈ સતાસીયાએ શિક્ષક તરીકે, આચાર્ય, સી.આર.સી. અને બી.આર.સી.કો.ઓર્ડીનેટર તરીકે વિવિધ હોદા પર નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી નોકરીના ત્રીસ વર્ષ પૂર્ણ થતાં પ્રકૃતિ પ્રત્યે ઋણ ચૂકવવા હાલ જ્યારે ગ્લોબલ વોર્મિંગ કારણે દિન પ્રતિદિન પૃથ્વીનું વાતાવરણ વધતું જાય છે ત્યારે વધુને વધુ વૃક્ષોનું વાવેતર અને જતન કરવું ખૂબ જરૂરી બન્યું છે

ત્યારે વૃક્ષોનું મહત્વ સમજી અશોકભાઈ સતાસીયાએ નોકરીના ત્રીસ વર્ષ પૂર્ણ થતાં ત્રીસ મોટા મોટા વૃક્ષો પીંજરા સાથે વાવીને ત્રીસ વર્ષની સફળ સર્વિસની વિશિષ્ટ પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. આ પ્રસંગે મહાવીરસિંહ ઝાલા ભાજપ અગ્રણી,વનુભાઈ સુરેલા નિવૃત આચાર્ય,હસુભાઈ મકવાણા આચાર્ય રામકૃષ્ણ તાલુકા શાળા વાંકાનેર બી.આર.સી.કો.ઓ. મયુરસિંહ એસ.એમ.સી અગ્રણી ચંદુભાઈ ફાંગલિયા અને નાનુભાઈ ફાંગલિયા, સદભાવનામાંથી મુકેશભાઈ ડોબરીયા શાળાના શિક્ષક હસુભાઈ મકવાણા તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહિલાના સંગઠન મંત્રી ક્રિષ્નાબેન કાંસુંદ્રા અને રાધિકાબેન વાછાણી વગેરે ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર