Tuesday, November 19, 2024

મોરબી : હજનાળી પ્રાથમિક શાળામાં સ્થાપના દિનની ઉજવણી સાથે બાળસંસદની ચુંટણી યોજાયી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

તારીખ 7/07/2022 ના રોજ હજનાળી પ્રાથમિક શાળા (તા. જિ. – મોરબી) નો સ્થાપના દિવસ હતો. એટલે કે 7/07/1952 મા હજનાળી પ્રાથમિક શાળા નો પાયો નંખાયો હતો. આ પ્રસંગે નાનકડો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.. આ તકે હજનાળી ગામના સરપંચ મહેશભાઈ પારેજીયા દ્વારા શાળાના તમામ બાળકોને ગુંદી ગાંઠીયાનું બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું… આ તકે ઉપસરપંચ રસિકભાઈ પરમાર, ગામ અગ્રણીઓ રમેશભાઈ રૂદાતલા, જગદીશભાઈ પરમાર સહિત ગ્રામજનો માતાઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.. જેમણે 2500/- જેટલો લોકફાળો શાળામાં આપ્યો હતો.

આ ઉપરાંત આજના દિવસે શાળામાં બાળસંસદની ચુંટણી યોજવામાં આવી. જેમાં મહામંત્રી અને ઉપ મહામંત્રી ની ચુંટણી ડિજિટલ ઉપકરણની મદદથી મોબાઈલ EVM દ્વારા ડિજિટલી ચુંટણી યોજવામાં આવી. જેમાં બાળકો બાળપણથી જાણે એ માટે લોકશાહીના જાહેરનામાથી માંડીને ચુંટણી પરીણામની સંપૂર્ણ પ્રક્રિયા ડિજિટલી હાથ ધરવામાં આવી જેમાં યુનિટ – ૧ ના ધોરણ 1 થી 5 ના મહામંત્રી તરીકે ધંધુકિયા માધવજીભાઈ તથા યુનિટ – 2 ના ધોરણ 6 થી 8 ના મહામંત્રી તરીકે પારેજીયા દિવ્યાબેન વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં. આ તકે સમગ્ર હજનાળી શાળા પરીવાર તથા આચાર્ય ટુંડિયા ગૌતમભાઈ દ્વારા જહેમત ઉઠાવી સુચારુ આયોજન ગોઠવવામાં આવ્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર