મોરબી : સિરામિક યુનિટમાં ભઠ્ઠીમાં બ્લાસ્ટ, કારખાનેદાર સહિત ૮ દાઝ્યા
મોરબીના જેતપુર રોડ પર રંગપર ગામ નજીક આવેલ સિરામિક ફેક્ટરીમાં પ્રોપેનગેસ પાઇપલાઇન માંથી બર્નર સુધી પહોંચી જતા આગ ભભૂકી ઉઠી હતી . જેમાં કારખાનેદાર સહિત ૮ લોકો દાજી ગયા હતા. ત્યારે ૩ને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.
જાણવા મળતી વિગતો અનુસાર મોરબીના રંગપર ગામ પાસે આવેલ ઇટાકોન સીરામીક માં ગઈકાલ સાંજે આગનો બનાવ બન્યો હતો. જેમાં રવિભાઈ આદ્રોજા, કેવલ વરમોરા, જીતેન્દ્ર વામજા, તરુણ મારવાણીયા, પરેશભાઈ વરમોરા, અરવિંદભાઈ દયારામભાઈ, અમરશી યાદવ અને ભાવેશ મનહર વાઘડીયા દાજી ગયા હોઈ જેને સારવાર સર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી પરેશભાઈ , જીતેન્દ્રભાઈ અને રવિભાઈને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
હાલ ગેસનો ભાવ વધતાં સિરામિક ઉદ્યોગકારો પ્રોપેન ગેસનો ઉપયોગ કરતા હોય ત્યારે પ્રોપેન ગેસ કેપ્સ્યુલ માં પાણી ભરાઈ ગયેલ છે કે નહિ તે ચેક કરવા દરમિયાન ગેસ લીક થતા આગ ભભૂકી ઉઠી હતી જેમાં કારખાનેદાર સહિત ૮ દાજી ગયા હતા. જેમાંથી ૩ ને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે