ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેર પોલીસની સફળ કામગીરી, અધધ 22.66 લાખના વિદેશી દારૂ સાથે કુલ 41.91 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો…
વાંકાનેર સીટી પોલીસને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે શહેર નજીક આવેલ અમરસર ગામના સરકારી ખરાબામાંથી એક ટ્રકને ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 5604 નંગ બોટલો સાથે, એક ટ્રક, એક સ્કોર્પિયો ગાડી, એક બાઈક સહિત કુલ રૂ. 41,91,520 નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી હતી..
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ રેન્જ આઇજી સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ અને મોરબી એસપીની સૂચનાથી વાંકાનેર સીટી પીઆઇ બી.પી. સોનારાને તાલુકામાં વ્યાપ્ત દારૂના દૂષણને દૂર કરવાની સુચના અન્વયે વાંકાનેર સીટી પોલીસ ડી સ્ટાફની ટીમના પેટ્રોલિંગ દરમિયાન ડી સ્ટાફના કૃષ્ણરાજસિંહ ઝાલા અને પ્રતિપાલસિંહ વાળાને મળેલી ચોક્કસ બાતમીના આધારે વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના અમરસર ગામના સરકારી ખરાબામાં ટ્રક નંબર GJ 15-AT- 1541માં સુકા નાળિયેરની આડમાં વિદેશી દારૂ ભરેલ હોવાની બાતમી મળતા પોલીસ ટીમ દ્વારા સ્થળ પર રેડ કરતા સરકારી ખરાબામાં ઉભેલા ટ્રક અને એક સ્કોર્પિયો ગાડ મળી આવતા ટ્રકની તલાશી લેતા સુકા નાળિયેરની આડમાં છુપાવેલ 5604 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો…
આ સાથે જ પોલીસ દ્વારા સ્થળ પરથી ટ્રક ડ્રાઈવર વાહિદખાન આબુલહસનખાન (ઉ.વ. 21, રહે. રાજાપુર, યુપી)ની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ રેડ દરમ્યાન વિદેશી દારૂની રોયલ ચેલેન્જ બ્રાન્ડની 1452 બોટલ , મેકડોવેલ બ્રાન્ડન 3540 બોટલ, બુલ્સ આઇ બ્રાન્ડની 612 બોટલ મળી કુલ 5604 બોટલ વિદેશી દારૂ જેની કિંમત રૂપિયા 22,66,520 નો દારૂનો જથ્થો, એક ટ્રક જેની કિંમત રૂ. 7,00,000 એક સ્કોર્પિયો ગાડી જેની કિંમત રૂ. 12,00,000, હિરો સ્પેલ્ડર બાઈક કિંમત રૂપિયા 20,000 અને એક રૂ. 5000ની કિંમતનો મોબાઈલ મળી કુલ રૂ. 41,91,520700 નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર શહેર પોલીસની આ કામગીરીમાં વાંકાનેર સીટી પી.આઈ. બી. પી. સોનારા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પૂજા મોલિયાએ.એસ.આઈ. હીરાભાઈ મઠીયા, પરષોત્તમ ભાઈ સોલંકી, હેડ કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, હરપાલસિંહ પરમાર, ઇન્દ્રજીતસિંહ ઝાલા, કો. રાજેશભાઈ ગઢવી, વિપુલભાઈ પરમાર, તાહજુદ્દીનભાઈ શેરસીયા, રમેશભાઈ કાનગડ, અશ્વિનભાઇ ચાવડા, લોકરક્ષક કૃષ્ણસિહ ઝાલા, પ્રતિપાલસિંહ વાળા, શેલેષભાઈ સોલંકી, અજીતભાઈ સોલંકી સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FiJpPXg5m4d9plGY7CMGqa