ખાનગી ક્ષેત્રની આઈડીએફસી ફર્સ્ટ બેંકે બચત ખાતા પર 1 લાખ રૂપિયાથી વધુની થાપણમાં 7 ટકા વ્યાજ આપીને ખાતેદારને આશ્ચર્યચકિત કર્યા છે. એટલું જ નહીં, તેણે તેની હરીફ બેંકોને પણ આકરી સ્પર્ધા આપી છે. બેંકે આ વધારો 1 જાન્યુઆરી 2021 થી લાગુ કર્યો છે. આ પહેલા પણ બેંક બચત ખાતા પર 6 ટકા સુધીનું વ્યાજ ચૂકવતું હતું. એક લાખ કરતા ઓછી રકમ માટે વ્યાજ દર 6 ટકા છે મોટાભાગની બેન્કો બચત ખાતા પર 3 થી 4 ટકા વ્યાજ ચૂકવે છે. આ વ્યાજ 1 લાખથી 1 કરોડ સુધીની થાપણો પર છે. આ પછી, બેંક 1 કરોડથી લઈને 5 કરોડ સુધીની થાપણો પર 5 ટકા, 5 થી 10 કરોડ સુધીની થાપણો પર 4 ટકા અને 10 કરોડ રૂપિયાથી વધુની થાપણો પર 3.50 ટકા ચુકવણી કરી રહી છે.
અન્ય બેંકોમાં વ્યાજ દર ઓછો
ઉલ્લેખનીય છે કે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયામાં થાપણો પરનું વ્યાજ માત્ર 2.70 ટકા છે. એ જ રીતે ખાનગી ક્ષેત્રની એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકમાં બચત ખાતા પરનો વ્યાજ દર 3 થી 3.5.ટકા છે. ડિસેમ્બર 2020 માં, આઈડીએફસી ફર્સ્ટ બેંકનું ધિરાણ વિતરણ નજીવા પ્રમાણમાં 0.7 ટકા વધીને રૂ. 1,10,499 કરોડ પર પહોંચી ગયું છે. ડિસેમ્બર 2019 માં બેંકનું લોન એકાઉન્ટ 1,09,698 કરોડ રૂપિયા હતું. સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળાની તુલનામાં, બેંકનું લોન એકાઉન્ટ લગભગ 3 ટકા વધ્યું છે. એ જ રીતે, ડિસેમ્બર મહિનામાં બેંકની છૂટક ભંડોળની સંપત્તિ વધીને રૂ 66,635 કરોડ થઈ છે, જે ડિસેમ્બર 2019 ની સરખામણીમાં 24.1 ટકા વધુ છે.