વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (ડબ્લ્યુડીએફસી) ના રેવાડી-મદાર વિભાગને દેશને સમર્પિત કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ એક માલગાડી ટ્રેનને લીલી ઝંડી આપી હતી, જેની લંબાઈ 1.5 કિમી છે અને તેમાં ડબલ કન્ટેનર લઇ જવાની સુવિધા પણ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં આવા અનેક કાર્યો કરવામાં આવ્યા છે, જે આધુનિક ભારતમાં વિકાસને ગતિ આપી રહ્યા છે. કાર્યક્રમને સંબોધન કરતાં તેમણે કહ્યું કે જ્યારે નવા વર્ષમાં દેશની શરૂઆત સારી છે. તો આવનારો સમય પણ ઉત્તમ અને જીવંત બનવાનો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે થોડા દિવસો પહેલા ભારતે કોવિડ -19 માટે બે મેડ ઇન ઈન્ડિયા રસીઓને મંજૂરી આપી હતી, જેનાથી ભારતીયોને નવો વિશ્વાસ મળ્યો હતો. તેમણે કહ્યું કે આજે દરેક ભારતીયનો આહવાન છે કે ન તો આપણે અટકીએ કે ન થાકીએ. વડા પ્રધાને તેમના સંબોધન દરમિયાન જાપાન અને જાપાનના લોકોનો આભાર માન્યો.
મોદીએ કહ્યું, કે,”આજનો દિવસ એનસીઆર માટે નવી તક લઈને આવ્યો છે.”
પહેલાં,અહી રેલવેમાં બુકિંગથી લઈને મુસાફરીના અંત સુધી ફરિયાદો થતી હતી. સ્વચ્છતા, સમયસર ટ્રેન, સુવિધા, સલામતી, દરેક સ્તરે રેલ્વેને બદલવાની માંગ કરવામાં આવી છે. આજનો દિવસ એનસીઆર, હરિયાણા અને રાજસ્થાનના ખેડુતો, ઉદ્યોગસાહસિકો, વેપારીઓ માટે નવી તકો લાવ્યો છે. સમર્પિત ફ્રેટ કોરિડોર, પછી ભલે પૂર્વીય હોય કે પશ્ચિમી, ફક્ત માલની ટ્રેનો માટેના આધુનિક માર્ગ નથી. આ દેશના ઝડપી વિકાસના કોરિડોર છે.
આ ફ્રેટ કોરિડોર 9 રાજ્યોમાં 133 રેલ્વે સ્ટેશનોને આવરે છે.
આજે ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ એક સાથે 2 ટ્રેક પર ચાલી રહ્યું છે. એક ટ્રેક વ્યક્તિગત વિકાસને આગળ ધપાવી રહ્યો છે અને બીજા ટ્રેક પર દેશના વિકાસ એન્જિનને નવી ઉર્જા મળી રહી છે. આ સ્ટેશનોમાં મલ્ટીમોડલ લોજિસ્ટિક પાર્ક્સ, ફ્રેટ ટર્મિનલ્સ, કન્ટેનર ડેપો, કન્ટેનર ટર્મિનલ્સ અને પાર્સલ હબ સહિતના અન્ય આધુનિક માળખાગત વિકાસનો સમાવેશ કરવામાં આવશે.
પીએમ મોદીએ કહ્યું કે,”માલગાડીઓની ગતિ પહેલા કરતાં ત્રણ ગણી થઈ.”
વડાપ્રધાન મોદીએ કહ્યું કે હવે દેશમાં ગુડ્ઝ ટ્રેનોની ગતિ વધારવામાં આવી રહી છે, જે ગતિ પહેલા 25 KMPH હતી તે હવે વધીને 90 KMPH સુધી કરવામાં આવી રહી છે.છેલ્લા છ વર્ષમાં રેલ્વે લાઇનોનો ફેલાવો કરવા અને વીજળીકરણનું પર જેટલી કામ થયું છે, તેટલું કામ અગાઉ નથી થયું. આજે ભારતમાં સેમી હાઈસ્પીડ ટ્રેનો દોડી રહી છે.