Saturday, September 28, 2024

બંધુકના ભડાકે લૂંટ ચલાવી, બીજી તરફ ગૃહમંત્રી કહે છે મોરબી માં ક્રાઇમ રેટ ઘટયો ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી માં ધીમે ધીમે ક્રાઇમ વધી રહ્યા છે. ધોળા દિવસે ફાયરિંગ, લૂંટ, મારામારી , ખૂબ , ચોરી, ઉદ્યોગકારો પર હુમલો જેવા કિસ્સાઓ ની મોરબી વાસીઓ ને હવે જાણે આદત પડી ગઈ છે. અવાર નવાર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે મોરબી તાલુકા ના ઊંચી માંડલ ગામ નજીક આવેલ મોબાઈલ ની શોપ માં લુટારુઓ એ ધોળા દિવસે ફાયરિંગ કરીને લૂંટ ચલાવી હતી.

મોરબી તાલુકા ના ઊંચી માંડલ ગામ નજીક આજ રોજ સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં મોબાઈલની શોપમાં લૂંટારુઓ દ્વારા બંધુક ના ભડાકા કરીને લૂંટ ચલાવવામાં આવી હતી. આશરે ૨૫ હજારની લૂંટ ચલાવી લુટારુઓ રફુચક્કર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ એક્શન મોડ માં આવી છે.

ધોળા દિવસે થયેલ આ લૂંટ અંગેની જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ઊંચી માંડલ નજીક તડાવિયા શનાળા જવાના રસ્તા પર એક મોબાઈલ ની શોપ માં આજ રોજ સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં ૨ ઇસમો મોબાઈલમાં ગ્લાસ નખવવના બહાને શોપમાં ઘૂસી ગયા હતા ત્યારે દુકાનના માલિકે તેમને ગ્લાસ નાખી આપ્યો હતો બાદ પૈસા માગતા લૂંટારુએ દરવાજો બંધ કરી બંધુક બતાવી ” જીતના પૈસા હૈ નીકાલો” કહી ફાયરિંગ કરી ને રૂપિયા ૨૫ હાજર ની લૂંટ ચલાવી હતી. આ મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે.

આવી જ ઘટનાઓ દિનપ્રતિદિન મોરબીમાં વધી રહી છે. અવારનવાર આવી ઘટનાઓ બની રહી છે. ત્યારે થોડા સમય પહેલા મોરબીની મુલાકાતે અને કાયદા અને વ્યવસ્થાની સમીક્ષા કરવા આવેલ ગુજરાતના માનન્ય ગૃહમંત્રી “હર્ષ સંઘવી” સાહેબ એ કહ્યું હતું કે મોરબી જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ક્રાઇમ રેટ ઘટયો છે.
શું સાચે ક્રાઇમ રેટ ઘટયો છે ?
શું સત્ય છે એ તો મોરબીની હોશિયાર જનતા સારી રીતે જાણે છે સાહેબ.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર