માળીયામિંયાણા પંથકમાં સફેદ રેતીનો કાળો કારોબાર ખનિજ માફિયા બેલગામ
માળીયાના ખાખરેચી રોડ પર ગેરકાયદેસર ધમધમતી સફેદ રેતીચોરીના રાજાની સેનામાં કોણ કોણ સામેલ..!!! ચારે-કોર ચર્ચા
રોક શકો તો રોક લો સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચુનો લગાવતા ખનીજચોરો માળીયા સ્થાનીક તંત્રની ભુંડી ભુમિકા!! રજુઆત બાદ પણ પરીણામ શુન્ય મંત્રીજીના મતવિસ્તારમાં ગેરકાયદેસર ગોરખધંધા બેફામ ફુલીફાલ્યા કાયદો વ્યવસ્થાના ધજાગરા
માળીયામિંયાણાના જુનાઘાંટીલા ખાખરેચી વેજલપર રોડ ઉપર ગેરકાયદેસર પાસ પરમીટ કે રોયલ્ટી વિના દોડતા ખનીજ ભરેલા ડમ્પરો બેફામ બન્યા છે જે ફરી કોઈ નિર્દોશ માણસનો જીવ લે તો નવાઈ નહી આ રોડ ખનીજચોરીથી ખદબદી ગ્યો હોય તેમ દરરોજ ૨૦૦થી વધુ રેતી ભરેલા ડમ્પરો પુરપાટ ઝડપે માતેલાસાંઢની જેમ દોડી રહ્યા છે જેને કોઈનો ડર જ ન હોય તેમ ધોળા દિવસે ટીકરની નદીમાંથી જુનાઘાંટીલા ખાખરેચી રોડ ઉપરથી મોરબી સુધી ખુલ્લેઆમ સફેદ રેતીની કાળો કારોબાર કરી રહ્યા છે જેથી માળીયા પંથકમાં ગેરકાયદેસર ગોરખધંધાનુ હબ ખાખરેચી રોડ બની ગયો હોય તેમ દરરોજ કરોડો રૂપિયાની સફેદ રેતીચોરી કરીને ખનીજચોરો સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચુનો લગાવી રહ્યા છે
જે રેતીચોરીના રાજાની સેનામાં કોણ કોણ સામેલ છે? તે તપાસનો વિષય છે ખાખરેચી રોડ ઉપર દરરોજ ૨૦૦થી વધુ ડમ્પરો ગેરકાયદેસર પાસ પરમીટ કે રોયલ્ટી વિના સફેદ રેતીનું મોટાપાયે રેકેટ તંત્રની મીઠીનજર હેઠળ ધમધમી રહ્યું છે છતા સ્થાનીક તંત્રને જાણે મોતીયો આવી ગયો હોય તેમ રજુઆત બાદ પણ પરીણામ શુન્ય જોવા મળતા સ્થાનીક સરકારી બાબુઓની ભુંડી ભુમિકાની ચારે કોર ચર્ચા થઈ રહી છે ખનિજ માફિયા ખનીજચોરીને અંજામ આપી લાખો રૂપિયા બનાવે છે તે પણ એક ચર્ચાનો અને તપાસનો વિષય છે ખાખરેચી રોડ પર અવાર નવાર બેફામ દોડતા ખનીજ ભરેલા ડમ્પરો સાથે સ્થાનીક લોકોની માથાકુટ થાય છે છતા લોકો સહન કરી રહ્યા છે જેની રાજકીય નેતા મતદારોની મજાક બનાવી માત્ર તાયફા કરવામાં વ્યસ્ત છે પરંતુ પ્રજાને પડતી હાલાકી કોઈ નેતા કે સરકારી બાબુઓ સાંભળવા તૈયાર ન હોય તેવો ઘાટ જોવા મળે છે તેમજ મોરબી જિલ્લા કલેકટર ખનીજચોરી બાબતે મૌન કેમ? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે જિલ્લાના ટીકરથી ઉપાડાતી ગેરકાયદેસર રેતી ખાખરેચી રોડ ઊપરથી ઓવરલોડ ગેરકાયદેસર રીતે ઉપાડી મોરબી સુધી લઈ જવાઈ છે તે ખનીજચોરી આજદિન સુધી બંધ તો ઠીક સુકો પાપડ નથી તોડી શક્યા તેવા સરકારી અધિકારીઓ મોરબી માળીયામાં પોતાની ફરજ બજાવે છે તે શરમજનક બાબત છે ખાખરેચી રોડ પર ગેરકાયદેસર થતી સફેદ રેતીચોરીને સ્થાનિક તંત્ર એ છુટ આપી દીધી હોય તેમ રોજ ૨૦૦ જેટલા ડમ્પરો માળીયા પોલીસ અને મામલતદારના નાક નીચેથી પસાર થાય છે જે દરરોજ હજારો ટન રેતી ભરેલા ડમ્પરો મોરબી સુધી ઠલવાઈ છે તે જગજાહેર છે છતા મોરબી સુધી પહોંચતી ગેરકાયદેસર સફેદરેતીના ૫૦ ટન ઓવરલોડ ભરેલા રેતીના ડમ્પરો મોરબી માળીયાના સુરદાસ બની ગયેલા સરકારી બાબુઓને દેખાતા ન હોય તેમ ધોળા દિવસે મોટાપાયે સફેદ રેતીચોરી મસમોટા હપ્તારાજથી થતી હોય જેમા કોઈ પહોંચેલ સરકારી બાબુની ભુંડી ભુમિકા અને રાજકીય ઓથ ધરાવતા મગરમચ્છોની દયાથી જગજાહેર રેતીચોરીનુ રેકેટ ચર્ચાનુ કેન્દ્ર બન્યુ છે અત્રે ઉલ્લેખનીય છે કે વારંવાર રજુઆત બાદ પણ પરીણામ શુન્ય જોવા મળતા સફેદ રેતીના કાળો કારોબારમાં મોરબી તો ઠીક ગાંધીનગર સુધી હપ્તાઓ પહોચતા હોય તેવી ચર્ચા સ્થાનીક લોકોમાં થઈ રહી છે આમ માળીયા પંથકમાં ગેરકાયદેસર ગોરખધંધા કરતા માથાઓએ કાયદાને જાણે મૂઠીમાં લઈને ફરતા હોય તેમ સરકારી બાબુઓ ખનીજ માફીયાઓ પાસે મ્યાઉની મિંદડી બની જતા હોય તેવો ઘાટ ખુલ્લેઆમ થતી ખનીજચોરી પરથી કહી શકાય છે વધુમાં માળીયામાં કાયદા કાનુનનુ અસ્તિત્વ જ ન હોય તેમ તાજેતરમાં એક વ્યકિતએ માથાભારે શખ્સોથી કંટાળી ઈચ્છા મૃત્યુ સુધીની માંગ કરતા માળીયા પંથકમાં ચકચાર મચી જવા પામી છે જેના ઉપરથી કહી શકાય કે માળીયા પંથકમાં અંધા-કાનુન જેવા તાલથી મંત્રીજીના મતવિસ્તારમાં ગુંડારાજ ગેરકાયદેસર ગોરખધંધા બેફામ ફુલીફાલ્યા છે જેના પર કાબુ મેળવવા કાયદાનુ ભાન કરાવવા કોઈ સારા કડક પોલીસ અધિકારીની અને ઈમાનદાર સિંઘમ મામલતદારની જરૂર છે તેવી લોકમાંગ ઉઠી છે
