મોરબી : એલ.ઇ. ગ્રાઉન્ડમાં પાર્ક કરેલ કારમાંથી ૫૪ બોટલ દારૂ સાથે એક પડકાયો મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ એલ.ઇ. ગ્રાઉન્ડમાં પાર્ક કરેલ એસેન્ટ કારને સિટી બી ડિવિઝન પોલીસે દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે કારમાંથી ૫૪ બોટલ દારૂ મળી આવ્યો હતો
મળતી માહિતી મુજબ પોલીસે દારૂ અને કાર સહિત ૧.૨૮ લાખ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને એક શખ્સની ધરપકડ કરે છે જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં એલ .ઇ. કોલેજ રોડ ઉપર આવેલ એલ.ઇ. ગ્રાઉન્ડમાં પાર્ક કરેલી એસન્ટ કાર નંબર જીજે ૩ બીએ ૯૧૯૨ માં દારૂનો જથ્થો હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે પોલીસે તે કારને ચેક કરતાં કારમાંથી દારૂની ૫૪ બોટલ મળી આવી હતી જેથી કરીને ૨૮૦૮૦ નો દારૂ તેમજ એક લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૧,૨૮, ૦૮૦ રૂપિયાના મુદ્દામાલ સાથે દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.22 ) રહે . અનંતનગર બ્લોક નંબર -3 મોરબી -૨ વાળા ની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
