મોરબી : માળીયા ( મી ) માં આવેલ કન્યા છાત્રાલય માં ભોંય ટાંકાની છત માં અચાનક ગાબડું પડી જતા અફરા તફરી મચી ગઇ હતી
મળતી માહિતી મુજબ આ ગાબડું પડવા સમયે રિશેષનો સમય હોય જેથી છાત્રાલયમાં અભ્યાસ કરતી બે થી ત્રણ જેટલી વિદ્યાર્થીનીઓ આ ભોંય ટાંકી ની છત પર નાસ્તો કરતી હતી જેથી તેઓ પણ ટાંકામાં ખાબકી હતી જોકે આ ટાંકામાં વધુ પાણી ભરેલ ન હોય જેથી આ વિદ્યાર્થીની ઓને સામાન્ય નાનીમોટી ઈજાઓ પહોંચી હતી પરંતુ શાળામાં અવાર નવારનવાર ચેકીંગ કરવામાં આવતું હોય છે ત્યારે આવડી મોટી ખામી રહી કઈ રીતે તે પણ સવાલ થઈ રહ્યો છે આ ઘટના સહેજમાં ટળી છે ત્યારે તંત્ર દ્વારા આ ઘટનાની ગંભીરતા પૂર્વક નોંધ લઈને જવાબદારો પર કાર્યવાહી કરવું જરૂરી બન્યું છે,
આ ઘટનાની જાણ થતાં જ માળીયા ( મી ) પીએસઆઇ બી ડી જાડેજા સહિતની ટિમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાટમાળ ખસેડીને ટાંકામાં પડી ગયેલ વિદ્યાર્થીનીઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને જિલ્લાના શિક્ષણ અધિકારી સ્થળ પર જવા રવાના થયા છે
