ટંકારા પોલીસ મથકના પીએસઆઇ બી.ડી.પરમાર તથા સર્વેલન્સ સ્કવોર્ડને ગતરાત્રે પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે, ટંકારાના કલ્યાણપર ગામે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે ટંકારા પોલીસ સ્ટાફે કલ્યાણપર ગામે રેડ કરી હતી હતો અને કલ્યાણપર ગામે મેઈન બજારમા સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેરમા જુગાર રમતા આરોપીઓ કીશોરભાઇ જેરાજભાઇ દેત્રોજા, ભરતભાઇ વાધજીભાઇ ઝાપડા, કેતનભાઇ જેરાજભાઇ ઢેઢી, સલીમભાઇ દાઉદભાઇ ભાણુ, દીલાવરભાઇ મુસાભાઇ ભાણુ, કાદરભાઇ હસનભાઇ મકવાણાને રોકડા રૂ 15170 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
મોરબી જિલ્લા આરટીઓ કચેરીમાં તારીખ ૦૧/૦૭/૧૯૮૯ થી એજન્ટ પ્રથા અમલમાં નથી. જો કે કોઈકવાર બિન અધિકૃત ઈસમો દ્વારા અત્રેની કચેરીના કમ્પાઉન્ડમાં લેભાગુ પ્રવૃતિઓ આચરવામાં આવે છે. આવી પ્રવૃત્તિઓ રોકવા, લોકોના નાણાંનો ખોટી રીતે વ્યય ન થાય, સરકારના નિયમોનું વ્યવસ્થિત પાલન થાય અને કચેરીની કામગીરી ઝડપથી આગળ વધે તે માટે...
જામનગરના જોડીયામાં આવેલા મોટીવાસમાં રહેતો યુવા પાંચ દિવસ પૂર્વે બપોરના અરસામા પેટ્રોલ પુરાવીને ઘરે જઈ રહ્યો હતો. ત્યારે માળિયા મીયાણા પાસે અજાણ્યા કારચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવકે સારવારમાં દમ તોડતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત...