ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા ટંકારા લોકેશનની ટીમે મહિલાની વાનમાં સફળ પ્રસુતિ કરાવી હતી અને માતા અને નવજાત શિશુને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ટંકારા તાલુકાના ગામડાના સરાયા વાડી વિસ્તારમાં એક સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા મહિલા 108ની ટીમે જાણકારી મળતા ટંકારા લોકેશનના ઇએમટી સુજીતસિંહ ગોહિલ પાઈલોટ જ્ન્મેશ મકવાણા સ્થળ પર દોડી ગયા હતા.મહિલાની પરિસ્થિતિ ગંભીર થતા વાનમાં જ પ્રસુતિ કરવાની ફરજ પડી હતી અને મહિલાની સફળ પ્રસુતિ કરાવી હતી.બાદમાં સારવાર અર્થે ટંકારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને નવેમ્બર- ૨૦૨૪ માસનો જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રકારના કાર્યક્રમોનો ઉદ્દેશ એ રહેલો છે કે લોકોને વડી કચેરી કે પ્રાદેશિક કચેરી સુધી તેમના પ્રક્ષોના નિરાકરણ માટે ધક્કો ખાવો ના પડે.
આ માસના કાર્યક્રમમાં પી.જી.વી.સી.એલ. કચેરી, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, મોરબી નગરપાલિકા,...
મોરબીના RSS ના તમામ ક્ષેત્રો કાર્યકર્તાઓ માટે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ શોનું આયોજન થયું
મોરબીમાં રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘ તેમજ સંઘના જુદાં જુદાં ક્ષેત્રો જેવાકે વિશ્વ હિન્દૂ પરિષદ વિદ્યાભારતી,ભારત વિકાસ પરિષદ, આરોગ્ય ભારતી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ભારતીય કિશાન સંઘ, ભારતીય જનતા પાર્ટી, અખિલ ભારતીય રાષ્ટ્રીય...