બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ આજે તેનો 35 મો જન્મદિવસ મનાવી રહી છે. દીપિકા પાદુકોણે બોલીવુડમાં આવતા પહેલા મોડેલિંગ કર્યું હતું. તે ઘણી મોટી કંપનીઓની જાહેરાતોમાં દેખાઇ હતી અને ત્યારબાદ 2007 માં તેણે ‘ઓમ શાંતિ ઓમ’ સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી, ત્યારબાદ તે મસ્તાની તરીકે મશહૂર થઇ. આમ દીપિકા બોલિવૂડની પ્રિય અભિનેત્રી બની. ચાલો જાણીએ તેના વિશેની કેટલીક ખાસ વાતો …
ડેનમાર્ક જન્મ
દીપિકા પાદુકોણનો જન્મ ડેનિશની રાજધાની કોપનહેગનમાં થયો હતો, પરંતુ તેણી એક વર્ષથી ઓછી વયની હતી ત્યારે તેમનો પરિવાર બેંગલુરુ સ્થળાંતર થયો.
બેટમિંટન ખેલાડી
ભારતીય બેટમિંટન ખેલાડી પ્રકાશ પાદુકોણની પુત્રી દીપિકા પાદુકોણ તેના પિતાની જેમ બેટમિંટન ખેલાડી બનવા ઇચ્છતી હતી.
કિંગફિશર કેલેન્ડરનો હિસ્સો
દીપિકા પાદુકોણ 2006 માં કિંગફિશર કેલેન્ડરનો હિસ્સો રહી હતી, આ કેલેન્ડર માટે તે સમયે ફોટોગ્રાફર અતુલ કાસબેકર દ્વારા ફોટોશૂટ કરાયું હતું.
બોલિવૂડ પહેલા ટોલીવુડમાં પગ મૂક્યો હતો
તમને જણાવી દઈએ કે બોલિવૂડમાં જોડાતા પહેલા દીપિકાએ કન્નડ ફિલ્મ ‘એશ્વર્યા’ માં કામ કર્યું હતું. કન્નડના પ્રેક્ષકો દ્વારા આ ફિલ્મને ખૂબ પ્રસંશા મળી હતી.
બેસ્ટ ફિમેલ ડેબ્યુ એવોર્ડ
બોલિવૂડની મસ્તાની દીપિકાએ 2007 માં શાહરૂખ ખાન સાથે ‘ઓમ શાંતિ ઓમ’ દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં તેની ભૂમિકા માટે તેમને ફિલ્મફેરનો બેસ્ટ ફિમેલ ડેબ્યૂ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
લગભગ 13 વર્ષ સુધી કારકીર્દિમાં દીપિકા પાદુકોણ ઘણી હિટ ફિલ્મોમાં જોવા મળી હતી. તે લવ આજ કાલ, હાઉસફુલ, રેસ 2, કોકટેલ, યે જવાની હૈ દીવાની, ચેન્નાઇ એક્સપ્રેસ, હેપી ન્યૂ યર, બાજીરાવ મસ્તાની સહિત અનેક મોટી ફિલ્મમાં જોવા મળી હતી , ગોલિયોં કી રાસલીલા રામલીલા અને પદ્માવત જેવી ફિલ્મસ અદભુત અદાકરી દાખવી કરોડો લોકોનું દિલ જીત્યું હતું. ત્યાર બાદ તેને ફોર્બ્સ ઇન્ડિયા દ્વારા ટોપ 5 ભારતીય સેલિબ્રિટીમાં સ્થાન મળ્યું. .