મુંબઈ સેશન્સ કોર્ટે સોમવારે ગેંગસ્ટર છોટા રાજન અને અન્ય ત્રણ લોકોને ખંડણીના કેસમાં બે વર્ષની સજા સંભળાવી છે. ઉલ્લેખનીય છે કે, 2015 માં છોટા રાજન પર પનવેલ બિલ્ડર નંદુ વાજેકરને ધમકી આપીને 26 કરોડ રૂપિયાની વસૂલાત કરવાનો આરોપ છે.
શું હતો મામલો ?
નંદુ વાજેકરે 2015 માં પુણેમાં એક જમીન ખરીદી હતી, જેના બદલામાં એજન્ટ પરમાનંદ ઠક્કરને કમિશન તરીકે 2 કરોડ ચૂકવવાનું નક્કી કરાયું હતું. પરંતુ આનંદ વાજેકરને સ્વીકાર્ય ન હોય તેના કરતા વધારે પૈસાની માંગ કરી રહ્યો હતો. ઠક્કરે છોટા રાજનનો સંપર્ક કર્યો હતો, ત્યારબાદ બિલ્ડરને ધમકી આપવામાં આવી હતી અને તેની પાસેથી બે કરોડ રૂપિયાની વધુ રકમ વસૂલવાની માંગ કરી હતી. બિલ્ડર પાસેથી ગેરવસુલાતના મામલામાં છોટા રાજને વાજેકરની કચેરીમાં મોકલીને તેના કેટલાક લોકોને ધમકાવવાનું શરૂ કર્યું હતું. બિલ્ડર પાસે બે કરોડને બદલે 26 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે વાજેકરે પનવેલ પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધ્યો હતો. આ કેસમાં સુરેશ શિંદે, લક્ષ્મણ નિકમ ઉર્ફે દાદયા, સુમિત વિજય મ્હત્રે અને છોટા રાજનનાં ચાર આરોપીઓનાં નામ બહાર આવ્યા છે. આ અંગે પોલીસ આરોપી અને એજન્ટ પરમાનંદ ઠક્કરની પણ શોધ કરી રહી છે. બિલ્ડરની ઓફિસમાંથી સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે, જે પુષ્ટિ કરે છે કે આરોપી ત્યાં ગયો હતો. આ સંદર્ભે ક કૉલ રેકોર્ડિંગ પણ પ્રાપ્ત થયું છે. રેકોર્ડિંગમાં છોટા રાજન ધમકી આપતા સંભળાઈ રહ્યા છે.