Wednesday, September 25, 2024

આઇસરમાં ભુસાની આડમાં છુપાવીને નીકળેલા 32.70 લાખના દારૂ-બિયર સાથે એક પકડાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી એલસીબી ટીમે આઇસરમાં ભુસાની આડમાં દારૂ-બિયરની હેરાફેરી કરવામાં આવતી હતી તેનો પર્દાફાશ કર્યો

માળીયા (મી) નજીક થી પસાર થતા આઇસરમાંથી 11148 બોટલ દારૂ તેમજ 4080 બિયર સાથે એક ઝડપાયો છે તેની પાસેથી માલ મોકલાવનારા અને ભરાવનાર બે ના નામ આવેલ છે જેથી તે બંને ને શોધવાની કવાયત કરવામાં આવી રહી છે અને માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સ વિરિદ્ધ ગુનો નોંધાયો છે

મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીની સુચનાથી મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે અમદાવાદ થી માળીયા મીયાણા તરફ આઇસર ગાડી માં ભરેલ પ્લાસ્ટિકની બોરીઓ ની આડ માં વિદેશી દારુનો જથ્થો ભરી વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે જેથી વોચ ગોઠવી હતી અને પોલીસે દારૂ અને બિયર કરેલા આઇસર સાથે હાલમાં બળવંતસિંહ સોનારામ બિશ્નોઈ રહે. શિવાડા,તાલુકો ચિતલવાના જિલ્લો.જાલોર રાજસ્થાનની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી માલ મોકલનાર વિનોદ સિંધી રહે વડોદરા અને માલ ભરાવી આપનાર માધુસિંગ રાજપૂત રહે ઉદયપુર રાજસ્થાન વાળા ના નામ સામે આવેલ છે જેથી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જે આઈસર ગાડીમાંથી પોલીસે મેકડોવેલ્સ વ્હીસ્કી નાની મોટી બોટલ નંગ ૧૦,૫૩૬ કીમત રૂ ૨૦,૩૭,૦૦૦ રોયલ ચેલેન્જ વ્હીસ્કી બોટલ નંગ ૬૧૨ કીમત રૂ ૩,૧૮,૨૪૦ કિંગ ફિશર બીયર ટીન નંગ ૯૬૦ કીમત રૂ ૯૬,૦૦૦ અને ગોડફાધર બીયર ટીન નંગ ૩૧૨૦ કીમત રૂ ૩,૧૨,૦૦૦ તેમજ આઈસર ગાડી જીજે ૦૬ ઝેડઝેડ ૩૨૦૬ કીમત રૂ ૫ લાખ, મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ અને રોકડ રૂ ૨૬૬૦ મળીને કુલ રૂ ૩૨,૭૦,૯૦૦ નો મુદામાલ જપ્ત કરી કરવામાં આવ્યો હતો

જે કામગીરીમા એલસીબી પીઆઈ એમ આર ગોઢાણીયા, પીએસઆઈ એન એચ ચુડાસમા, એ ડી જાડેજા, રજનીકાંત કૈલા, સંજયભાઈ પટેલ, પોલાભાઈ ખાંભરા, સુરેશભાઈ હુંબલ, રામભાઈ આહીર, દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, શક્તિસિંહ ઝાલા, ચંદુભાઈ કણોતરા, ચંદ્રકાંતભાઈ વામજા, જયેશભાઈ વાઘેલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, વિક્રમભાઈ ફૂગસીયા, ભગીરથસિંહ ઝાલા, ભરતભાઈ ઝીલરીયા, દશરથસિંહ પરમાર, અશોકસિંહ ચુડાસમા, પરાક્રમસિંહ જાડેજા, સતીષ કાંજીયા અને હરેશભાઈ સરવૈયા સહિતની ટીમ જોડાયેલ હતી

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર