Tuesday, September 24, 2024

મોરબીના ઐતીહાસીક ઝૂલતા પુલનું બે કરોડના ખર્ચે રીનોવેશનની કામગીરી શરૂ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સતત દસ વર્ષ સુધી ઝૂલતા પુલ ની સફર નો નિરંતર આનંદ માણ્યા બાદ ઝૂલતા પુલ માં રીનોવેશન ની જરુરત હોઈ ઝૂલતા પુલને ખોલી ને ધળમૂળ થી રીનોવેશન ની કામગીરી અજંતા- ઓરેવા ગ્રુપ દ્વારા શરૂ થઇ ગયેલ છે. મોરબીના લોકો ઐતિહાસિક અને અલોકીક ઝૂલતા પુલનો આનંદ નિરંતર અને લાંબા ગાળા સુધી માણી શકે તે માટે જીન્દાલ એલ્યુમિનિયમ તેમજ હિન્ડાલ્કો (બિરલા ગ્રુપ) જેવી કંપની નો સંપર્ક કરીને તેમની પાસે ખાસ સ્પેશીયલ ગ્રેડનુ મટીરીયલ તૈયાર કરાવાઈ રહયુ છે.

ઝૂલતાપૂલને વધુ મજબૂત બનાવવા ઓરેવા ગ્રુપ અને ફેબ્રીકેટરની ટીમ દ્વારા આશરે એક મહિનો R & D કરવામાં આવ્યું ઝુલતાપુલના રીનોવેશન નો અંદાજીત ખર્ચ આશરે બે કરોડ રૂપિયા આવશે. અલગ-અલગ મટિરિયલના procurement ની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ઝૂલતા પુલને ખોલી ને રીનોવેશન કરવાની કામગીરી આશરે ૪ થી ૫ માસ ચાલશે અને ત્યાર બાદ ઐતીહાસીક ઝૂલતા પુલને જનતા માટે ફરી ખુલ્લો મુકાશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર