સંતાનમાં એક જ દીકરી ધરાવતા પરિવારો સહીત સામાજીક સંસ્થાઓ અને પત્રકારોનું સન્માન કરાયું
મોરબી : મોરબીના શકત શનાળા ખાતે આવેલ પટેલ સમાજ વાડી ખાતે સેતુબંધ ફાઉન્ડેશન મોરબી અને ઈન્ટરનેશનલ હયુમન રાઈટ્સ એસોશીએશનના સંયુક્ત ઉપક્રમે માતૃપિતૃ વંદના સન્માન સમારોહ યોજાયો હતો જેમાં સંતાનમાં એક જ દીકરી ધરાવતા પરિવારો સહીત સામાજિક સંસ્થાઓ અને પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું.