Tuesday, September 24, 2024

મોરબી ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : વિશ્વ તમાકુ નિષેધ દિવસ ની ઉજવણી ના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રિક્ટ ટોબેકો કન્ટ્રોલ સેલ મોરબી દ્વારા ઔદ્યોગિક તાલીમ સંસ્થા મોરબી ખાતે વ્યસનની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં તમામ ટ્રેડના તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ અને પોતાની કલાથી વ્યસનની જાગૃતિ દર્શાવતા ચિત્રો દોર્યા હતા એક થી દસ સુધી નંબર મેળવનાર તમામ વિજેતાને ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ઇનામ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ ટોબેકો કન્ટ્રોલ સેલ દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનની શારીરીક અસરો આર્થિક અસરો અને વ્યસન મુક્તિ ના ફાયદા અંગે માહિતી આપેલ ત્યારબાદ સંસ્થાના આચાર્ય આર.બી. પરમાર દ્વારા ડિસ્ટ્રિક્ટ ટોબેકો કન્ટ્રોલ આભાર માનતા દરેક વિદ્યાર્થીઓને આ કાર્યક્રમના માધ્યમથી દરેક તાલીમાર્થીઓ પોતે વ્યસન મુક્ત બને અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનવા અનુરોધ કર્યો હતો અને વ્યસન મુક્તિ અંગે પોતાનો જાત અનુભવ પણ જણાવેલ આ કાર્યક્રમમાં આરોગ્ય શાખાના આઈ.ઈ.સી અધિકારી જી.વી.ગાંમભવા પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના તમામ સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર