Tuesday, September 24, 2024

હળવદ : રણમલપુર વાડી એ જુગાર રમતા 7 સકુની ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી એસપી રાહુલ ત્રીપાઠી દ્વારા દારૂ જુગાર પર તવાઈ બોલાવવા આપેલી સુચનાઓને ધ્યાનમાં લઈને હળવદ ઈન્ચાર્જ પીઆઇ જે.એમ.આલની ટીમે હળવદ રણમલપુર ગામના વતની આરોપી દીલીપભાઇ કરસનભાઇ વાંમજા જાતે.પટેલ ઉ.વ.૩૨ની વાડીએ બાતમીના આધારે દરોડો પાડતા સાત ઈસમો રોકડ સાથે ઝડપાયા હતા

જેમાં જુગારનો અખાડો ચલાવનાર વાડી માલીક તથા જુગાર રમનાર ઈસમોને કુલ રોકડા રૂપીયા ૧,૬૬૦૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ રૂપીયા. ૩,૩૬૦૦૦/- સાથે પકડી પાડી જુગાર ધારા ૪,૫ મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે હળવદ પોલીસે આ જુગારના દરોડામાં વાડી મલિક દીલીપભાઇ કરસનભાઇ વાંમજા જાતે.પટેલ ઉ.વ.૩૨ રહે.રણમલપુર તા.હળવદ જી.મોરબી, હરેશભાઇ દલીચંદભાઇ લોરીયા જાતે.પટેલ ઉ.વ.૩૭ ધંધો.ખેતી રહે.હળવદ વસંતપાર્ક તા.હળવદ, પ્રકાશભાઇ ગોરધનભાઇ કણઝરીયા જાતે.દલવાડી ઉ.વ.૩૩ ધંધો.ખેતી રહે.વેગડવાવ તા.હળવદ જી.મોરબી ,હરેશભાઇ ખીમજીભાઇ ચાડમીયા જાતે.પટેલ ઉ.વ.૪ર ધંધો.ખેતી રહે.હળવદ આનંદપાર્ક તા.હળવદ, ચિંતનભાઇ નટવારભાઇ સુરાણી ગજતે જાતે.પટેલ ઉ.વ.૩૪ ધંધો.ખેતી રહે.દુદાપુર તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર ,દિનેશભાઇ ઠાકરસીભાઇ આજોલીયા જાતે.પટેલ ઉ.વ.પર ધંધો ખેતી રહે.વઢવાણ ૮૦ ફુટ રોડ તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર, મનસુખભાઇ શામજીભાઇ વરમોરા જાતે પટેલ ઉ.વ.૪૯ ધંધો ખેતી રહે.રણમલપુર તા.હળવદ જી.મોરબી વાળાની ધરપકડ કરી જુગાર નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રવિ પરીખ હળવદ

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર