ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં રવિવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં મુરાદનગરની સ્મશાનમાં ગેલેરીની છત પડવાથી ઘણા લોકો દટાયા. જેમાંથી 18 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. 24 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ તમામ લોકો વરસાદથી બચવા માટે એક છત નીચે ઉભા હતા. જે વ્યક્તિના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા તેના એક દિકરાનું પણ મૃત્યુ થયુ છે. મેરઠના ડિવિઝનલ કમિશ્નર અનીતા સી મેશ્રામે કહ્યું હતું કે અત્યાર સુધીમાં 17 લોકોના મૃત્યુની પૃષ્ટિ થઈ છે. 38 લોકોને બચાવવામાં આવ્યા છે.
સ્મશાન ઘાટ પર મુરાદનગરના ફળના કારોબારી જયરામના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા. જયરામનું 65 વર્ષની વયે અવસાન થયુ હતું. અંતિમ સંસ્કાર કરી પરત ફરી રહેલા લોકો દરવાજાની નજીક એક ગેલેરીમાં ઉભા હતા. તે સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ગેલેરી લગભગ અઢી મહિના અગાઉ જ તૈયાર થઈ હતી.લોકોનો આરોપ છે કે આ ગેલેરી તૈયાર કરવામાં નબળી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
NDRFની ટીમ રેસ્ક્યૂમાં લાગી ગઈ છે. વરસાદના કારણે રેસ્ક્યૂમાં મુશ્કેલી આવી રહી છે. મૃતકોમાં 3 લોકોની ઓળખ થઈ ગઈ છે. જેમના નામ યોગેન્દ્ર, બંટી અને ઓંકાર હતા. આ લોકો સંગમ વિહાર અને મુરાદનગરના રહેવાસી હતા.મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના આશ્રિતોને બે-બે લાખ રૂપિયાની આર્થિક સહાયના આદેશ આપ્યા છે. સાથે જ મંડલાયુક્ત મેરઠ અને એડીજી મેરઠ ઝોન પાસે ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે રેસક્યૂમાં લાગેલા લોકો.
દયાનંદ કોલોનીના દયારામનું શનિવાર રાતે બિમારીના કારણે નિધન થયું હતું. રવિવારે મુરાદનગર સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવા માટે 100થી વધુ લોકો ભેગા થયા હતા. વરસાદથી બચવા માટે લોકો ગેલેરી નીચે ભેગા થયા હતા. અચાનક તેની છત પડી ગઈ હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે DM અને SSPને ઘટના પર પહોંચીને રેસ્ક્યૂમાં લાગવાના આદેશ આપ્યા હતા. તેમણે કહ્યું કે, પીડિતોને દરેક શક્ય મદદ કરવામાં આવે.