Tuesday, September 24, 2024

મોરબીના સ્કાય મોલમાં દર્શકો સાથે જયેશભાઈ જોરદાર ફિલ્મ નિહાળતા દેવ પગલી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

દેવ પગલીએ વિકાસ વિદ્યાલયની બાળાઓ તેમજ અલગ અલગ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ સાથે ફિલ્મ નિહાળી પોતાના મધુર કંઠે લોકપ્રિય ગીતો ગાયને સૌને મંત્રમુગ્ધ કરી દીધા

મોરબી : મોરબીના જાણીતા સ્કાય મોલ સિનેમામાં પ્રદર્શિત થયેલા જયેશભાઈ જોરદાર ફિલ્મના લોકપ્રિય ગીતને મધુર કંઠ આપનાર જાણીતા ગાયક દેવ પગલી ગઈકાલે મોરબી આવ્યા હતા અને દેવ પગલીએ વિકાસ વિદ્યાલયની બાળાઓ તેમજ અલગ અલગ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ તથા દર્શકો સાથે ફિલ્મ નિહાળી પોતાના મધુર કંઠે ગવાયેલા લોકપ્રિય ગીતો ગાયને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

સ્ત્રી ભ્રુણ હત્યા જેવા ગંભીર અને સંવેદનશીલ વિષય ઉપર માર્મિક અને ચોટદાર રીતે જનજગૃતિ લાવવા માટે બનાવેલું જયેશભાઇ જોરદાર ફિલ્મ મોરબીના જાણીતા સ્કાય મોલ સિનેમા દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યું છે ત્યારે આ ફિલ્મ જયેશભાઇ જોરદારનું એક લોકપ્રિય સોંગ આપનાર જાણીતા ગાયક કલાકાર દેવ પગલી આ ફિલ્મ માટે ખાસ ગઈકાલે મોરબીમાં આવ્યા હતા અને જેને અનુસંધાને મોરબી યંગ ઇન્ડિયા ગૃપ દ્વારા ગઈકાલે સ્કાય મોલ સિનેમામાં દેવ પગલીના પરફોર્મન્સના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દર્શકો હાજર રહ્યા હતા.

આ ઉપરાંત વિકાસ વિદ્યાલયની બાળાઓ તેમજ અલગ અલગ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ તથા દર્શકો સાથે સ્કાય મોલ થિયેટરમાં દેવ પગલીએ આ ફિલ્મને માણ્યું હતું. આ ફિલ્મનો ખાસ શો પૂરો થયા બાદ સ્કાય મોલ નીચે દેવ પગલીનો એક ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં દેવ પગલીએ અગાઉ પોતાના જ મુખે ગવાયેલા લોકપ્રિય ગીત ગાયને અદભુત ગાયકીનો જાદુ પાથરતા દર્શકો આફરીન થઈ ગયા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર