Monday, September 23, 2024

તસ્કરો નો તરખાટ જાંબુડીયા ગામની પ્રાથમિક શાળાને નિશાન બનાવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લામાં ચોર લૂંટારાઓ ને જાણે પોલીસ નો કોઈ ડર ન હોય તેમ ચોરી લુંટ જેવા બનાવો માં દિનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે અગાઉ તસ્કરો ઘર મંદિર કે દુકાનોને નિશાન બનાવતા હતા જોકે હવે પ્રાથમિક શાળા પણ સુરક્ષિત રહી નથી.હાલ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશનનો સમય ચાલી રહ્યો હોય જેના કારણે શાળા બંધ હતી જેનો લાભ તસ્કરોએ ભરપુર ઉઠાવ્યો હતો

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાની નવા જાંબુડિયા ગામની પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા હતા અને શાળામાં રહેલા મધ્યાહ્ન ભોજનના રસોડા તથા મોટરવાળા રૂમમા રાખેલ સામાન જેમા સ્ટીલની થાળીઓ નંગ. ૨૬૫ આશરે કિ.રૂ. ૫૩૦૦/-, કુકર નંગ-૧ કિ.રૂ. ૫૦૦/-, તપેલુ નંગ-૧ કિ.રૂ. ૧૦૦/-, ભાતીયા નંગ-૫ કિ.રૂ. ૧૦૦/-, ડોયો મોટો નંગ-૧ કિ.રૂ. ૩૦/-, નાના ડોયા તથા ચમચી નંગ-૧૦ કિ.રૂ. ૧૩૦/-, ટીનની ડોલ નંગ- ૧ કિ.રૂ. ૫૦/-, પ્લાસ્ટીકની ડોલ નંગ-૧ કિ.રૂ. ૨૦/-, ઇન્ડીયન ગેસનો બાટલો નંગ-૧ કિ.રૂ. ૧૦૦૦/- તથા રમતગમતના સાધનો જેમા લાકડાનુ કેરમ નંગ-૧ કિ.રૂ. ૨૦૦/-, લોખંડના બેડમીન્ટન પોલ નંગ-૨ કિ.રૂ. ૨૦૦૦/-, લોખંડનો વોલીબોલ પોલ નંગ-૧ કિ.રૂ. ૧૦૦૦/-, બેટ નંગ-૧ કિ.રૂ. ૨૦૦/-, સ્ટમ્પ નંગ-૩ કિ.રૂ. ૧૦૦/-, વોલીબોલ નંગ-૧ કિ.રૂ. ૧૦૦/- મળી કુલ કિ.રૂ. ૧૦,૮૩૦/- નો સામાન રાખી વેકેશન હોવાના કારણે તાળુ મારેલ હોય જે આ કામના અજાણ્યા આરોપીએ શાળામા પ્રવેશ કરી તાળા તોડી સામાન ચોરી કરી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે શાળાના આચાર્ય નયનભાઈ હિમતભાઇ ભોજાણીએ ફરિયાદ નોધાવી હતી.આ અંગે પીએસઆઈ આઈ એમ અજમેરીએ તપાસ હાથ ધરી હતી

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર