સામાકાંઠેથી રાજકોટ જવા માટે ફરી એસટી બસ થશે શરૂ
સામાકાંઠેથી રાજકોટ જવા માટે દરોજ સવારે 9-15, બપોરે 1-45 અને સાંજે 5-45 વાગ્યે ઉપડશે બસ
કોરોનાનું ગ્રહણ નડતા કોરોનાના કારણે આ એસટી બસ સેવા બંધ કરવામાં આવી હતી ઘણા સમય થી બંધ થયેલી સેવા ફરી ચાલુ કરવા અનેક રજૂઆતો કરાઈ હતી હવે કોરોનાનું ગ્રહણ ધીમું થતા મોડે મોડે પણ ફરી બસ સેવા ચાલુ કરવામાં આવી છે સામાકાંઠેથી રાજકોટ જવા માટે ઘણા લોકો મુસાફરી કરતા હોઈ છે આ લોકોને અગવડતા ન પડે તે માટે એસટી તંત્ર દ્વારા હવે ફરીથી મોરબીના સામાંકાંઠેથી રાજકોટ જવા માટે એસટી બસ શરૂ કરવામાં આવી છે જેથી સામાકાંઠાના લોકોને મોટી રાહત થઈ છે.