રાજકોટમાં કોરોના કેસની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે. શહેરમાં આજે બપોર સુધીમાં 8 કેસ નોંધાયા છે. જયારે કુલ કેસની સંખ્યા 42439 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 673 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે બુધવારે 19 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં વેક્સિન મૂકાવનારાની સંખ્યામાં ઘટાડો થતા રસીકરણ વધારવા માટે રાજકોટ મનપાએ કમર કસી છે.60 જેટલા સ્વીગી અને ઝોમેટોના ડિલિવરી બોયનું વેક્સિનેશન કરાયું છે. રાજકોટ પાસે 15 દિવસ સુધી રોજ 20,000 ડોઝ અપાય તેટલો જથ્થો છે.18થી 44 વર્ષના 50થી વધુ લોકો રસી લેવા માટે તૈયાર હશે તો રાજકોટ તંત્ર તમારી સોસાયટીમાં આવીને વેક્સિન આપી જશે.દેશમાં કોરોના રસીકરણમાં ગુજરાત ત્રીજા સ્થાને, પુરુષોની સરખામણીએ 7 ટકા મહિલાઓએ ઓછી વેક્સિન લીધી છે. ગુજરાતમાં એકમાત્ર નવસારીમાં પુરુષો કરતાં મહિલાઓનું વધુ રસીકરણ થયું છે.
બીજી બાજુ રાજકોટ શહેરમાં 200થી વધુ રેસ્ટોરન્ટ બંધ થઈ ગયા, હવે છૂટ મળતા વેપારમાં 30% વધારો થશે. રાજ્ય સરકારે 11 તારીખથી વેપાર ધંધા માટે નવી છૂટછાટ જાહેર કરી છે જેમાં હોટેલ રેસ્ટોરન્ટમાં લોકોને બેસીને જમવાની છૂટ મળી છે તેમજ રાત્રીના 9 સુધી ટેક અવે અને રાત્રીના 12 સુધી હોમ ડિલિવરીની પણ છૂટ આપતા હવે સવારથી રાત્રીના 12 વાગ્યા સુધી હોટેલ રેસ્ટોરન્ટ ધમધમશે. જેને કારણે આ સેક્ટરમાં 30 ટકા બિઝનેસ ગ્રોથ ઉપરાંત કોરોના પહેલાની સ્થિતિએ ધંધો હતો તેના 60 ટકા જેટલો થાય તેવી આશા રાજકોટ ફૂડ એન્ડ બેવરેજિસ એસોસિએશનના પૂર્વ પ્રમુખ શેખર મહેતાએ જણાવી છે.11મીથી હોટેલ રેસ્ટોરન્ટ શરૂ થશે એટલે એક ટેબલ છોડીને બીજા ટેબલ પર ગ્રાહકોને બેસાડાશે. એન્ટ્રી પહેલા ટેમ્પરેચર મપાશે અને સેનિટાઈઝર પણ અપાશે. હોટેલ અને રેસ્ટોરન્ટનો તમામ સ્ટાફ વેક્સિનેટ હશે અને માસ્ક તેમજ ગ્લોવ્ઝ પહેરેલા હશે અને પછી જ સર્વ કરાશે. તમામ ક્રોકરી સાબુના પાણીથી ઘસીને સાફ કરાશે. રાજકોટ જિલ્લા કલેક્ટરએ જણાવ્યું કે રાજકોટમાં 135 એકરમાં અમુલ ડેરી બનશે, રસી નહિ લેનાર વેપારીએ દર 10 દિવસે RT-PCR ટેસ્ટ કરાવવો ફરજીયાત છે.વેપાર-ધંધો કરવા માટે નાના-મોટા વેપારીઓએ રસી લેવાનું ફરજીયાત કરાયું છે.વાલીઓને શાળા અંગે કોઇ ફરિયાદ હોય તો DEOને રજુઆત કરે, સરકારના નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે: કલેકટર