મોરબી પોલીસે નાગરિકોના ખોવાયેલા ૬ મોબાઈલ ફોન શોધી પરત સોપ્યા
CEIR પોર્ટલના ઉપયોગથી મોરબીમાંથી ખોવાયેલા નાગરિકોના 1.૪૫ લાખની કિમતના ૬ મોબાઈલ ફોન શોધી કાઢી બી ડીવીઝન પોલીસે નાગરીકોને પરત સોપ્યા હતા
મોરબી જીલ્લા પોલીસવડાની સુચનાથી બી ડીવીઝન પોલીસની ટીમે અરજદારોના ખોવાયેલા/ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવા બી ડીવીઝનની ટીમને કામે લગાડી હતી જેમાં CEIR પોર્ટલનો ઉપયોગ કરીને એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખવામાં આવ્યું હતું અને ટેકનીકલ વર્ક સહિતની કામગીરી કરતા ખોવાયેલા ૬ મોબાઈલ શોધી કાઢવામાં ટીમને સફળતા મળી હતી બી ડીવીઝન પોલીસ ટીમે ૧.૪૫ લાખની કિમતના છ મોબાઈલ ફોન શોધી કાઢી નાગરિકોને પરત સોપી પોલીસ પ્રજાની મિત્ર છે સુત્રને સાર્થક કર્યું હતું
જે કામગીરીમાં બી ડીવીઝન પીઆઈ કે એમ છાસીયા, મદારસિંહ મોરી, બી આર ખટાણા, નરેન્દ્રભારથી મહેન્દ્રભારથી, વિજયભાઈ મુળુભાઈ, ચંદ્રસિંહ કનુભાઈ, ભરતભાઈ આપાભાઈ, કલ્પેશભાઈ અમરશીભાઈ, રમેશભાઈ રાયધનભાઈ, કિર્તીસિંહ બહાદુરસિંહ, બ્રિજેશભાઈ જેસંગભાઈ, પ્રદીપસિંહ બહાદુરસિંહ, ધર્મેન્દ્રભાઈ મગનભાઈ, શક્તિસિંહ કિશોરસિંહ અને યોગેશદાન ગઢવી સહિતની ટીમ જોડાયેલ હતી