વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે વાહન અથડાવવા જેવી નજીવી બાબતે મારમારીનો બનાવ બન્યો હતો. જે બનાવમાં અગાઉ એક પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ સામાપક્ષે પણ મારમારીની વળતી ફરિયાદ નોંધાવી છે. જેથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી કેસુભાઇ રામજીભાઇ દંતેસરીયા (ઉ.વ.35, રહે. પાંચદ્રારકા જુના ગામમાં વાંકાનેર)એ આરોપીઓ મનીષભાઇ પોપટભાઇ દંતેસરીયા, અરવિંદભાઇ પોપટભાઇ દંતેસરીયા (રહે. બંન્ને પાંચદ્રારકા) સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.3 ના રોજ પાંચદ્રારકા ગામે આરોપીએ પોતાના ઘર પાસે શેરીમાં મોટર સાયકલ લઇ ઉભેલ હોય દરમ્યાન ફરીયાદી પોતાની ઓટો રીક્ષા લઇ નીકળતા રીક્ષા આરોપીના મોટર સાયકલ સાથે ઘસાઈ હતી.
જે બાબતે આરોપીઓ તથા ફરીયાદીને બોલાચાલી થતા આરોપીઓએ ફરીયાદીને ગાળો બોલી ઝધડો તકરાર કરી તલવાર વડે ફરીયાદીને કપાળમાં ઇજા કરતા તેમજ લાકડી વડે ડાબા હાથમાં મારમારી ફેકચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની પણ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…