Tuesday, December 3, 2024

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મહામારી મ્યુકોરમાઇકોસિસના 550 દર્દી, 200 દર્દીના ઓપરેશન થયા !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મહામારી મ્યુકોરમાઇકોસિસ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પડકારરૂપ બની રહી છે. રાજકોટ સિવિલમાં હાલ 550 જેટલા દર્દી સારવાર હેઠળ છે. જે પૈકી અત્યાર સુધીમાં ફંગસ ઈન્ફેક્શનને લગતા 200 જેટલા ઓપરેશન થઇ ચૂક્યા છે. ઓપરેશન બાદ કુલ 60 જેટલાં સેટલ્ડ દર્દીને સમરસ હોસ્ટેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ મહામારી વચ્ચે સારા સમાચાર એ પણ છે કે મ્યુકોરમાઇકોસિસમાં પણ હવે ઓપીડી તેમજ ઈન્ડોર કેસ પણ ગત સપ્તાહ કરતાં થોડા ઘટી રહ્યા છે. એ જોતાં તબીબો અને વહિવટી તંત્રનું અનુમાન છે કે આગામી બે થી ત્રણ સપ્તાહમાં કેસોની સંખ્યા સ્ટેબલ થઈ જશે. ખાનગી હોસ્પિટલમાં 150થી વધુ દર્દી સારવારમાં-કલેક્ટરએ જણવ્યું છે.હાલ તો રોજના 10થી 15 મહત્તમ ઓપરેશન કરવામાં આવી રહ્યાં છે. રાજકોટ સિવિલમાં 550 પૈકી 200 દર્દીની સર્જરી થઈ ચૂકી તે બાદ કરતાં 320 દર્દી એવા છે જેના ઓપરેશન હજુ થયા નથી. સાથે કેટલાંક કેસોમાં ઓપરેશનની જરૂર ન જણાય તો માત્ર દવા સહિત સઘન સારવાર દર્દીને આપવામાં આવતી હોવાનું સિવિલ હોસ્પિટલના તબીબી સૂત્રોએ જણાવ્યું હતું.

રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આજે બપોર સુધીમાં 32 કેસ નોંધાયા હતા. જયારે શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 41051 પર પહોંચી છે. શહેરમાં આજથી 18 થી 45 વર્ષના નાગરિકોને વેક્સિન મુકવા માટે વહીવટી તંત્ર દ્વારા 100 સેશન સાઈટ કાર્યરત કરવામાં આવી છે. આ દરેક સાઈટ પર 200 લોકોને વેક્સિન આપવામાં આવશે.કોરોના પોઝિટિવ આવેલ દર્દી રીકવર થયાના ત્રણ મહિના બાદ રસી લઇ શકશે.18થી 44 વર્ષના નાગરિકોને વેક્સિન મુકાવા માટે 100 સેશન સાઈટ કાર્યરત થયું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર