ટંકારા: શ્રી લોહાણા સમાજની વાડી, કન્યા શાળાની બાજુમાં, દેરી નાકા મેઇન રોડ, ટંકારા ખાતે તા. ૫મી માર્ચે ‘આયુષ મેળો’ તથા વિના મુલ્યે આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અભિયાન અંતર્ગત, ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા નિયામક આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા નિર્દેશિત આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, મોરબી તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોરબી દ્વારા તા.૦૫-૦૩-૨૦૨૩ ને રવીવાર ના રોજ શ્રી લોહાણા સમાજની વાડી, કન્યા શાળાની બાજુમાં, દેરી નાકા મેઇન રોડ, ટંકારા ખાતે સવારે ૯-૦૦ થી ૩-૦૦ કલાકે “આયુષ મેળો” તથા આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રજાજનોની આરોગ્ય સુખાકારી હેતુ આયુષ મેળાનું આયોજન થવા જઇ રહયુ છે. તો આ પ્રસંગે આરોગ્યલક્ષી પ્રશ્નોનું નિવારણ મેળવવા તેમજ વિવિધ આયુષની આરોગ્ય પધ્ધતિ વિશે માર્ગદર્શન મેળવી આરોગ્ય પ્રાપ્તિ માટેના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પ્રજાજનોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબીના ચોતરફ કાર્યરત વિવિધ પ્રકારના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની નીતિ અંતર્ગત ઉદ્યોગોને માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવા અંદાજે 375.00 કરોડના રોડ-રસ્તા બનાવવાના કામો કાર્યરત છે.
જેમા મોરબીના ઉદ્યોગોના હિત માટે ઉદ્યોગમંત્રી બળવંતસિંઘ રાજપુતે વધુ 1200 કરોડ મંજૂર કર્યા છે.જેથી આંતરિક રોડ રસ્તાઓ ખૂબ જ મજબૂત બનવાથી વરસાદની સીઝનમાં પણ સરળતાથી પોતપોતાના ઉદ્યોગ...
ગુજરાતના મુખ્ય મંત્રી એક જ દિવસમાં રૂ. 605.48 કરોડ વિવિધ વિકાસ કામો માટે ફાળવ્યા
જેમાં હળવદ,લીંબડી, માંડવી-કચ્છ, મુંદ્રા-બારાઈ, વિરમગામ, બારડોલી, બીલીમોરા, સોનગઢ, વલસાડ, સાણંદ,ગણદેવી, ધરમપુર, દાહોદ, ખંભાત, દ્વારકા, પાદરા, બાબરા, માણસા, ધ્રાંગધ્રા નગરપાલિકાઓ, વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકા તેમજ ભાવનગર અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળને વિવિધ વિકાસ કામોની ભેટ મળી
જેમાં મુખ્યમંત્રી...