વાંકાનેર તાલુકા ભાજપ ટીમ દ્વારા રાજકોટના સાંસદ સભ્ય શ્રી મોહનભાઈ કુંડારીયા તેમજ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાને વાંકાનેર તાલુકાના ખખડધજ બનેલા રોડ-રસ્તાના નવિનીકરણ માટે રજૂઆત કરેલ હોય, જે રજૂઆતને ધ્યાને રાખી ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ દ્વારા માર્ગ અને મકાન વિભાગના નેજા હેઠળ વાંકાનેર વિધાનસભા મતવિસ્તારના સાત વર્ષથી વધુ સમયથી રિકાર્પેટ ન થયેલા હોય તેવા રાજ્ય હસ્તકના 24.95 કરોડના રસ્તાઓ અને પંચાયત હસ્તકના 20 કરોડના રસ્તાઓ મળી કુલ 44.95 કરોડના રસ્તાઓના નવિનીકરણ માટે મંજૂરી આપી અને જોબ નંબર આપવામાં આવેલ છે.
આ સિવાય હજુ જે રોડ-રસ્તા ખરાબ હોય અને મંજૂર કરવાના રહી ગયા છે તે કામો પણ જલ્દીથી પુરી કરવા રાજ્ય સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી છે. આ તકે વાંકાનેર તાલુકા ભાજપ અગ્રણી અને યુવરાજ શ્રી કેશરીદેવસિંહજી ઝાલા, વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ ડાંગરેચા,
મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોરધનભાઈ સરવૈયા, મોરબી જિલ્લા ભાજપ મંત્રી ગોવિંદભાઈ દેસાઈ, રસીકભાઈ વોરાએ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા તેમજ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાનો આભાર વ્યક્ત કર્યો હતો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FiJpPXg5m4d9plGY7CMGqa