દારૂબંધી યુક્ત ગુજરાતમાં છેલ્લા પંદર દિવસમાં વાંકાનેર વિસ્તારમાંથી પોલીસ દ્વારા વિદેશી દારૂની ચાર રેઈડમાં અધધ 2386 પેટી વિદેશી દારૂ પકડી પાડવામાં આવ્યો, બુટલેગરોમાં ભયનો માહોલ : પોલીસની સતર્કતાથી ગુજરાતમાં છાને છુપે વિદેશી દારૂ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ….
વાંકાનેર તાલુકામાં સમથેરવા ગામની સીમમાં ગત રાત્રિ દરમિયાન આર.આર.સેલ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વિદેશી દારૂની રેડ કરતાં દારૂના કટિંગ કરવામાં આવે તે પહેલા પોલીસ પહોંચી પોલીસે અધધ 405 પેટી દારૂ અને વાહન મળીને કુલ 28 લાખથી વધુની રકમનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. પોલીસની આ રેડ દરમ્યાન ટ્રક ડ્રાઈવર અને અન્ય આરોપીઓ ફરાર થઈ ગયા હતા….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ રેન્જ આઇજીની સ્પેશિયલ આર.આર.સેલ દ્વારા ગત રાત્રિના વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં દારૂનું કટિંગ થવાનું હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે રેન્જ આઈ.જી.સંદીપસિંગની સુચનાથી પી.આઈ. એમ. પી. વાળાના માર્ગદર્શન હેઠળ આર.આર.સેલની ટીમ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી જેમાં ઘટના સ્થળેથી દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર મળી આવ્યું હતું.…
પોલીસ દ્વારા સ્થળ પર હાજર કન્ટેનરની તલાશી લેવામાં આવતા તેમાં ચોર ખાનામાં રાખેલ 750 એમ.એલ.ની 405 પેટી(4860 બોટર) વિદેશી દારૂ જેની કિંમત 18,22,500 તથા ટ્રક નંબર GJ 03 AT 2119 સહિત કુલ રૂ. 28,25,100 નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં આ વિદેશી દારૂનો જથ્થો પાટડી તાલુકાના પીપળી ગામના વસંત કાનજીભાઈ વાણિયા નામના શખ્સે મગાવ્યો હોવાનું ખુલતા પોલીસ દ્વારા ટ્રક ડ્રાઈવર સાથે તેની સામે પણ ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે..
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા પંદર દિવસમાં વાંકાનેર વિસ્તારમાં અલગ અલગ ચાર વિદેશી દારૂની રેઈડમાં કુલ 2386 પેટી એટલે 28,632 બોટલ વિદેશી દારૂની પકડી પાડવામાં આવી છે જેથી બુટલેગરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FiJpPXg5m4d9plGY7CMGqa