Saturday, September 28, 2024

31ડીસેમ્બરની ઉજવણી નિમીતે પંજાબથી મુન્દ્રા (કચ્છ) ટ્રકમાં ચોખાની બોરીઓની આડમાં છુપાવીને લઇ જવાતા ઇંગ્લીશ દારૂની 20,400 બોટલો સાથે બે આરોપીને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ૩૧ ડીસેમ્બરની ઉજવણી નિમીતે પંજાબ થી મુન્દ્રા (કચ્છ) ટ્રકમાં ચોખાની બોરીઓની આડમાં છુપાવીને લઇ જવાતા ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલો નંગ-૨૦,૪૦૦ કિ.રૂ. ૩૨,૧૩,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૪૩,૯૪,૨૦૦/- ના મુદામાલ સાથે બે આરોપીને પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાંચ.

 

 

પોલીસ મહાનિરદેશક રાજકોટ તથા , પોલીસ અધિક્ષક મોરબીનાઓ દ્વારા ૩૧ ડીસેમ્બર અનુસંધાને મોરબી જીલ્લામાં પ્રોહીબીશન – જુગારની પ્રવૃતિ અટકાવવા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા પો.સબ.ઇન્સ . તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફનો કાર્યરત હતો તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના પો.હેડ કોન્સ્ટેબલ ને સયુંકતમાં ખાનગી રાહે હકિકત મળેલ કે , અમદાવાદ તરફથી એક ટાટા ટ્રક નંબર- RJ – 02 – GA 7202 વાળી માળીયા મિ તરફ આવનાર છે જે ગાડીમાં ગે.કા. રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે . તેવી ચોકકસ હકિકત આધારે અણીયારી ટોલનાકા પાસે વોચ ગોઠવતા હકીકત વાળી ટ્રકમાંથી નીચે જણાવેલ નામ સરનામા વાળા ઇસમો ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલો સાથે મળી આવતા માળીયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે .

પકડાયેલ આરોપીના નામ સરનામા : (૧ ) ચુનીલાલ દુર્ગારામ પુનીયા  ઉ.વ. ૨૩ રહે .જાયડુ ગામ તા.રામસર જી.બાડમેર (રાજસ્થાન ) ( ૨ ) દેવારામ હનુમાનરામ માયલા  ઉ.વ. ૨૧ રહે . સનાવડા ગામ તા.જી.બાડમેર (રાજસ્થાન )

પકડવાના બાકી આરોપીના નામ સરનામા : ( ૧ ) વિકાસ ઉર્ફે વિક્રમસિંગ રહે , આબુરોડ , રાજસ્થાન

પકડાયેલ મુદામાલની વિગત – ( ૧ ) સ્ટરલીંગ રીઝર્વ પ્રીમીયર બ્લેન્ડેડ વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની બોટલો નંગ -૧૦૮૦ કિ.રૂ .૩,૨૪,૦૦૦ / ( ૨ ) મેકડોવેલ્સ -૦૧ કલેશન વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની બોટલો નંગ -૩૪૮૦ કિ.રૂ .૧૩,૦૫,૦૦૦ / ( ૩ ) મેકડોવેલ્સ -૦૧ કલેશન વ્હીસ્કી ૧૮૦ મી.લી.ની નંગ -૧૧,૦૪૦ કિ.રૂ .૧૧,૦૪,૦૦૦ / ( ૪ ) ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કી ૧૮૦ મી.લી.ની બોટલો નંગ -૪૮૦૦ કિ.રૂ .૪,૮૦,૦૦૦ / ( ૫ ) ટાટા ટ્રક નંબર- RJ – 02 – GA – 7202 કી.રૂ .૧૦,૦૦૦ / ( ૬ ) ચોખા ભરેલ બોરીઓ નંગ -૨૨૪ આશરે વજન ૫૬૦૦ કીલો કી.રૂ .૧,૫૧,૨૦૦ / ( ૭ ) મોબાઇલ ફોન નંગ -૦૨ કી.રૂ. ૧૦,૦૦૦ / ( ૮ ) રોકડા રૂપીયા -૨૦,૦૦૦ / – તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ .૪૩,૯૪,૨૦૦ /

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર