રાજકોટ જિલ્લામાં કોરોનાની ગતિ મંદ પડતા લોકો અને આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાકમાં 3 દર્દીના મોત નીપજ્યા છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમીટી દ્વારા લેવામાં આવશે.શહેરમાં આજે બપોર સુધીમાં 13 કેસ નોંધાયા છે.રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા માટે વધુને વધુ લોકો વેક્સિન મેળવી સુરક્ષિત થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે જે વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જવા ઇચ્છુક હોય તેમના માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર લિંક મુકવામાં આવી છે, જેના પર વિદ્યાર્થીએ જરૂરી માહિતી ભરવાની રહેશે, માહિતી ભર્યા બાદ સરકારની ગાઈડલાઈન મુજબ વેક્સિન આપવાની કાર્યવાહી કરવામાં આવશે.રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર માહિતી ભરવા માટેની લીંક-http://www.rmc.gov.in/rmcwebsite/frm_inform_student_vaccine.aspx છે. જેના પર વિદેશ ભણવા જવા વિદ્યાર્થીએ જરૂરી માહિતી અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ સરકાર તરફથી આવતી ગાઈડલાઈન વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવશે.ગામડામાં વેક્સિન અંગે ખોટી ભ્રમણા દૂર કરવા સૌ.યુનિ.ના મનોવિજ્ઞાન ભવનની ટીમનો સાથ આપશે.
સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો અંધશ્રદ્ધા અને ડરના કારણે રસીથી દૂર ભાગી રહ્યા છે. ત્યારે વેક્સિનેશન પ્રત્યે જાગૃતિ લાવવા માટે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની ટીમને ગામડામાં મોકલવામાં આવી છે. છેલ્લા 3 દિવસથી મનોવિજ્ઞાન ભવનની ટીમ ગામડામાં જઈ સર્વે કરી વેક્સિન અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરે છે. જે સર્વેમાં ગ્રામ્ય પ્રજા એવું વિચારે છે કે, ‘વેક્સિન એ સરકારનું વસ્તી ઓછી કરવાનું કાવતરું છે’. આવી અંધશ્રદ્ધા અને વેક્સિન અંગેની ખોટી ભ્રમણાને દૂર કરવા મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ દ્વારા મનોવૈજ્ઞાનિક ઢબે વિવિધ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે છે. વેક્સિન અંગે જાગૃતિ લાવતો આવો જ એક નાટકીય સંવાદ મનોવિજ્ઞાન ભવન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.