Saturday, September 21, 2024

૨૭ ઓગસ્ટ થી ૪ સપ્ટેમ્બર સુધી મોરબીમાં તમામ તાલુકા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કલા મહાકુંભ તથા યુવા ઉત્સવ અન્વયે તાલુકા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબી દ્વારા સંચાલિત તાલુકા કક્ષા યુવા ઉત્સવ અને તાલુકા કક્ષા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે.

માળિયા તાલુકાનો કલા મહાકુંભ તથા યુવા ઉત્સવ તા.૨૭/૦૮/૨૦૨૨ ના રોજ મોડેલ સ્કૂલ મોટી બરાર, માળિયા ખાતે, હળવદ તાલુકાનો કલા મહાકુંભ તથા યુવા ઉત્સવ તા.૨૮/૦૮/૨૦૨૨ ના રોજ તક્ષશિલા વિદ્યાલય, હળવદ ખાતે, મોરબી તાલુકાનો કલા મહાકુંભ તથા યુવા ઉત્સવ તા.૩૧/૦૮/૨૦૨૨ ના રોજ પી. જી. પટેલ કોલેજ – મોરબી ખાતે, વાંકાનેર તાલુકાનો કલા મહાકુંભ તથા યુવા ઉત્સવ તા.૦૩/૦૯/૨૦૨૨ ના રોજ એલ. કે. સંઘવી સ્કૂલ – વાંકાનેર ખાતે, ટંકારા તાલુકાનો કલા મહાકુંભ તથા યુવા ઉત્સવ તા. ૦૪/૦૯/૨૦૨૨ ના રોજ નાલંદા વિદ્યાલય – વિરપર, ટંકારા ખાતે યોજાશે. આ તમામ સ્થળોએ સ્પર્ધકો માટેનો રિપોર્ટિંગ ટાઈમ સવારે ૦૮:૦૦ કલાક છે.

 

નિબંધ તથા ચિત્રના વિષયો સ્થળ પર જ આપવામાં આવશે. જ્યારે વકૃત્વ સ્પર્ધાના વિષયો ૨૪ કલાક અગાઉ સ્પર્ધકને પોતાની સ્કૂલમાંથી આપવામાં આવશે. તો ઉપરોક્ત સ્થળ તથા તારીખે તમામ ફોર્મ ભરેલા સ્પર્ધકોએ હાજર રહેવા મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર