Monday, September 23, 2024

25મીએ મોરબીમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષકોનો સરભર બદલી કેમ્પ યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની અલગ અલગ પ્રાથમિક શાળા તેમજ ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ સરભર કરવા બદલી કેમ્પ યોજવામાં આવે છે. આ વર્ષે પણ રાજ્યની જે શાળામાં વિધાર્થીની સંખ્યાના પ્રમાણમાં નક્કી કરેલ શિક્ષકોની સંખ્યા કરતા વધુ શિક્ષકો હોય તો આવી શાળાઓમાં શિક્ષકોની વધઘટ સરભર બદલી કેમ્પ કરવા સુચના આપવામાં આવી છે.

આ સૂચનાને પગલે મોરબી જીલ્લાની અલગ અલગ પ્રાથમિક શાળા અને ઉચ્ચતર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા વિદ્યા સહાયક અને શિક્ષકની સરભર બદલી કેમ્પનું તા. 25 ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આ બદલી કેમ્પમાં H-TAT મુખ્યશિક્ષકને બદલીમાં સમાવવામાં આવ્યા નથી. માળીયા તાલુકાના પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી કેમ્પ તા. 25 ના રોજ સવારે 9 થી 10 દરમિયાન, હળવદ તાલુકાના પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાનો બદલી કેમ્પ 10:30 થી 11:15 દરમિયાન, વાંકાનેર તાલુકાનો કેમ્પ સવારે 11 :30 થી 12 :30 દરમિયાન, મોરબી તાલુકાનો કેમ્પ બપોરે 2 વાગ્યાથી 3 વાગ્યા દરમિયાન તેમજ ટંકારા તાલુકાનો કેમ્પ બપોરે 3:૩0 થી 5 દરમિયાન બુનિયાદી પ્રાથમિક શાળા વીસી ફાટક પાસે રાખવામાં આવ્યા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર