રેલીમાં નીલકંઠ વિદ્યાલય ના ધો 5 થી 11 ના વિદ્યાર્થીઓ આપણા ભારત દેશની આઝાદીમાં મહામૂલ્ય ફાળો આપનાર 75 જેટલા ક્રાંતિકારીઓની વેશભૂષામાં જોવા મળશે અને તેમની દેશ પ્રત્યેની નિષ્ઠા,ત્યાગ તેમજ તેમણે આપેલ અમૂલ્ય કુરબાની ની મોરબી ના લોકો ને સ્મૃતિ અપાવશે
–200 વિદ્યાર્થીઓ આર્મી યુનિફોર્મમાં પરેડ કરશે.
— 50 વિદ્યાર્થીઓ નેવી અને 50 વિદ્યાર્થીઓ એર ફોર્સના યુનિફોર્મમાં પરેડ કરશે.
— મોરબી ના Ex Army Officer અને ક્રાંતિકારી સેના પણ રેલી માં જોડાશે અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે.
— નીલકંઠ વિદ્યાલય ના 750 વિદ્યાર્થીઓ રેલી માં જોડાશે અને પરેડ કરશે તેમજ મોરબી ની રાષ્ટ્રપ્રેમી સામાજિક સંસ્થાઓ પણ સાથે જોડાશે.
— રેલી દરમિયાન ક્રાંતિકારીઓએ આપેલ નારા, સંદેશ અને તેમના વિચારોની રજુઆત જુદી જુદી પદ્ધતિઓ દ્વારા કરવામાં આવશે.
— રેલી ની શરૂઆત સવારે 8.30 કલાકે નીલકંઠ વિધાલય થી કરવામાં આવશે.