Sunday, November 17, 2024

માળીયા: નવલખી પોર્ટની અંદર કંપનીનો ડુપ્લીકેટ લોડીંગ પાસ બનાવી 14 લાખનો કોલસો ભરી ગયા હોવાની ફરીયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા (મી): માળિયા (મી) ના નવલખી પોર્ટની અંદર શ્રીજી શિપિંગ કંપનીનો ડુપ્લીકેટ લોડીંગ પાસ પાસ બનાવી ખરા તરીકે ઉપયોગ કરી ચાર ટ્રકમાં ૧૪ લાખનો કોલસો ભરી કોઈ જગ્યાએ વજન કાંટો નહી કરાવી ગેઇટ પાસ મેળવ્યા વગર ભરી લઈ જઈ કંપની સાથે છેતરપિંડી કરી હોવાની માળિયા (મી) પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ રામેશ્વરનગર શેરી નં -૦૨ “ઓમ” વિકાસ રોડ, કે.પી. શા વાડીની સામે જામનગર રહેતા દિપકકુમાર ગોપાલશંકર પુરોહિત (ઉ.વ.૫૨) એ આરોપી ટ્રક નંબર-GJ-36-T-9400 તથા ટ્રક નંબર-GJ-36-T-8180 તથા ટ્રક નંબર-GJ-12AZ-6755 તથા ટ્રક નંબર-GJ-12BY-8780 ના ચાલકો તથા માલીકો તથા અમારી કંપનની ડુપ્લીકેટ લોડીંગ સ્લીપ બનાવનાર તથા ચાલક વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૬-૧૨-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે આરોપીઓએ એકબીજા સાથે મેળાપીપણુ કરી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા ફરીયાદીની શ્રીજી શીપીંગ કંપનીનો બનાવટી લોડીંગ પાસ બનાવી ખરા તરીકે ઉપયોગ કરી ચાર ટ્રકોમાં ૩૫X૩૫ મેટ્રીક ટન કોલસો જેની અંદાજીત કી.રૂ. ૧૪,૦૦,૦૦૦/- નો પોર્ટમાં કોઇ જગ્યાએ વજન કાટો નહી કરાવી ગેઇટ પાસ મેળવ્યા વગર ભરી લઇ જઇ ફરીયાદીની કંપની સાથે છેતરપીંડી વિશ્ર્વાસઘાત કર્યો હોવાની દિપકકુમારે આરોપી ચારે ટ્રકના ચાલકો તથા માલીકો તથા અમારી કંપનની ડુપ્લીકેટ લોડીંગ સ્લીપ બનાવનાર વિરુદ્ધ માળિયા મી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો.કલમ-૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧, ૧૨૦બી, ૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર