મોરબી જવાહર સોસાયટીમાં થયેલ ખુનના ગુનામાં સંડોવાયેલા ઈસમને મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો
મોરબી: મોરબી-૦૨ જવાહર સોસાયટી ખાતે બનેલ ખુનના બનાવને અકસ્માત મૃત્યુમાં ખપાવવાનો પ્રયાસ નિષ્ફળ બનાવી ગુનામાં સંડોવાયેલ આરોપીને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો.
ગઇ તા.૧૧/૦૨/૨૦૨૩ ના સાંજના સવા સાતેક વાગ્યાની આસપાસ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે સરકારી હોસ્પીટલના ડો.એ મોરબી-૦૨ સો-ઓરડી ખાતે રહેતા મરણ જનાર ચેતનભાઇ રમેશભાઇ ચાવડા કે તેના ઘોડા બાંધવાના વાડે કોઇ અગમ્ય કારણોસર મરણ ગયેલની જાહેરાત કરતા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મોત સી.આર.પી.સી.કલમ-૧૩૪ મુજબ અ.મોતનો બનાવ રજિસ્ટર થયેલ.
પરંતુ મરણ જનારની લાશ જોતા પ્રથમ દષ્ટીએ બનાવ શંકાસ્પદ જણાતા તાત્કાલીક બનાવ સ્થળની વીઝીટ કરતા બનાવ સ્થળ પર શંકાસ્પદ જણાતા મરણ જનારની લાશનું ફોરેન્સીક મેડીસીન કોલેજ, રાજકોટ ખાતે પી.એમ. કરાવતા મરણ જનારનુ મોત ગાળા ફાસો ખાવાથી થયેલાનુ જણાઇ આવેલ.
મોરબી એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ / ટેકનીકલ/ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી બનાવ આ બાબતે જીણવટભરી તપાસ હાથ ઘરેલ આ દરમ્યાન મૃતકના માતા મધુબેન રમેશભાઇ ચાવડા રહે. મોરબી વાળાએ મહેશ દેવજીભાઇ વણોલ રહે. મોરબી જવાહર સોસાયટી પાસે વાળા વિરૂધ્ધ શંકાદર્શાવી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન એ પાર્ટ ઇ.પી.કો.કલમ-૩૦૨ મુજબ ગઇ તા.૧૪/૦૨/૨૦૨૩ નારોજ ફરીયાદ રજિસ્ટર કરાવેલ છે.
જેથી શકદાર મહેશ દેવજીભાઇ વણાલ રહે. મોરબી જવાહર સોસાયટી પાસે વાળાની બહેન સાથે મરણજનારને પ્રેમ સબંધ હોય જેના કારણે બનાવ બનેલ હોય જેથી શકદાર મહેશ દેવજીભાઇ વણોલ રહે. મોરબી જવાહર સોસાયટી પાસે વાળાને હસ્તગત કરી એલ.સી.બી કચેરી ખાતે લાવી યુતિપ્રયુકીતથી સઘન પુછપરછ કરતા પોતે મરણ જનારને પોતાની બહેન સાથે પ્રેમસબંધ હોવાની જાણ થતા પોતાના કુટુંબની સમાજમાં બદનામી થશે તેવુ લાગી આવતા મરણ જનાર તેના વાડામાં સુતો હતો. ત્યારે કેબલ વાયરથી મરણ જનારનું ગળુ દબાવી મારી નાખેલાની કબુલાત આપતા મજકુરને હસ્તગત કરી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ખુનના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડવામાં મોરબી પોલીસને સફળતા મળેલ છે.